ગરમી વચ્ચે વરસાદી માહોલના સંકેત- 11, 12, 13 તારીખે કમોસમી માવઠાની આગાહી
અમદાવાદ, 9 મે(હિ. સ.)-રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં 11, 12, 13 તા
માવઠાની આગાહી


અમદાવાદ, 9 મે(હિ. સ.)-રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં 11, 12, 13 તારીખે કમોસમી માવઠાની આગાહી છે. ડાંગમાં 11 મેએ માવઠું થવાની સંભાવના છે. 12, 13 મેના રોજ છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 11 મેથી 3 દિવસ વરસાદની આગાહી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલના સંકેત છે. તેમજ 11 મે ડાંગમાં માવઠુ થવાની શક્યાતાઓ છે. તથા 12 અને 13 મે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી વલસાડ અને ડાંગમાં વરસાદ આવશે. તેમજ ઉનાળામાં ગરમી વચચ્ચે 3 દિવસ વરસાદ થશે. રાજ્યમાં આગ વરસાવતી ગરમીનું જોર યથાવત છે. બુધવારે 10 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે. 43.1 ડિગ્રી સાથે સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. તો હવામાન વિભાગે આગામી બે દિવસ કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 11થી 13 મે સુધી કમોમસી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે 11 તારીખે ડાંગમાં વરસાદ વરશે તો 12 મેએ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવો વરસાદ વરસી શકે છે તો 13 મેએ છોટા ઉદેપુર, નર્મદા,તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં માવઠાની શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/બિનોદ


 rajesh pande