પાટણમાં આજે પ્રથમ દિવસે 300થી વધુ લોકો સ્વિમીંગ શીખવા આવ્યાં, પુરૂષો અને મહિલાઓની અલગ અલગ બેંચ રખાઈ
પાટણ,09 મે (હિ.સ). પાટણ શહેરમાં ઉનાળાની કારમી ગરમીમાં લોકોને અને ખાસ કરીને યુવા વર્ગ અને મહિલા વર્ગન
પાટણમાં 300થી વધુ લોકો સ્વિમીંગ શીખવા આવ્યાં


પાટણમાં 300થી વધુ લોકો સ્વિમીંગ શીખવા આવ્યાં


પાટણ,09 મે (હિ.સ). પાટણ શહેરમાં ઉનાળાની કારમી ગરમીમાં લોકોને અને ખાસ કરીને યુવા વર્ગ અને મહિલા વર્ગને રાહત મળે તે માટે પાટણ જિલ્લા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે આજથી શરુ કરાયેલા સ્વિમિંગપુલમાં સવારે પુરુષોની ત્રણ બેંચ, બપોરે મહિલાઓની એક બેચ અને સાંજે પુરુષોની બે બેંચ રાખવામાં આવી છે.

પુરૂષોની ત્રણ બેચમાં 300 થી વધુ અને મહિલાઓની બેંચમાં 30થી વધુની સંખ્યા છે એમ રમત ગમત વિકાસ અધિકારી કિરણ પટેલ જણાવ્યું હતું. આજે પ્રથમ દિવસે સવારની ત્રણ બેચમાં 100 વધુ સંખ્યા હતી. સાંજે 4 વાગ્યે મહિલાની બેંચ છે તો 5 થી 7 વાગ્યા સુધી પુરુષોની બેંચ રાખવામાં આવી છે. સ્વિમિંગ શીખવા માટે 1000 ફોર્મ વહેંચાયા હતા. જેમાંથી 800 ફોમ ભરી ને પરત આવ્યા છે. જે પૈકી ઘણા લોકો હવે જોઈન કરશે.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/બિનોદ


 rajesh pande