મોતિયાના જંગલમાંથી રીક્ષા અને સ્કુટર પર લઇ જવાતો, વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો.
નેત્રંગ પોલીસે વિદેશી દારૂ સહિત 1.66 લાખના મુદ્દામાલ સાથે, દીવા ગામના ત્રણ બુટલેગરોને જબ્બે કર્યા.
મોતિયાના જંગલમાંથી રીક્ષા અને સ્કુટર પર લઇ જવાતો, વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો.


નેત્રંગ પોલીસે વિદેશી દારૂ સહિત 1.66 લાખના મુદ્દામાલ સાથે, દીવા ગામના ત્રણ બુટલેગરોને જબ્બે કર્યા.

બૂટલેગરો ડેડીયાપાડા તરફથી અંક્લેશ્વર જતા હતા ત્યારે અધ્ધવચ્ચે પોલીસે ખેલ પાડી દીધો.

ભરૂચ 16 જૂન ( હિ. સ )

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોતિયા ગામના જંગલમાંથી પસાર થતા રોડ પરથી સ્કુટર અને રીક્ષામાં લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી લઇને કુલ રૂપિયા 1.66 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

નેત્રંગ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ડેડીયાપાડા તરફથી એક સ્કુટર અને એક રીક્ષામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇને ત્રણ બૂટલેગરો આવી રહ્યા છે આ વિદેશી દારૂ લઈ અંકલેશ્વર તરફ જવાના છે. પોલીસને મળેલ બાતમીના આધારે મોતિયાના જંગલમાંથી પસાર થતા રસ્તા પર વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનું સ્કુટર અને રીક્ષા આવતા તેમને રોકીને તપાસ કરતા આ વાહનોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 221 બોટલ, ટીવીએસ જ્યુપીટર સ્કુટર નંગ 1,રીક્ષા નંગ 1 તેમજ મોબાઇલ નંગ 3 મળીને કુલ રૂપિયા 1.66 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ બૂટલેગરો વિષ્ણુ વસાવા, પ્રકાશ વસાવા અને મયુર પરમાર ત્રણેય રહે દીવા તા.અંકલેશ્વર જિ.ભરૂચના વિરૂધ્ધ પ્રોહિબિશન હેઠલ, ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ


 rajesh pande