રાજપારડીથી ભાલોદ ઘરે જતા યુવકને, વણાંકપોર નજીક એક ઇસમે માર માર્યો
મારા ફુવાને ગીરવે આપેલ તારૂ ખેતર કેમ છોડાવતો નથી કહીને, રુંઢના યુવાને ઝઘડો કર્યો હતો. ખેતર છોડવા બ
રાજપારડીથી ભાલોદ ઘરે જતા યુવકને, વણાંકપોર નજીક એક ઇસમે માર માર્યો


મારા ફુવાને ગીરવે આપેલ તારૂ ખેતર કેમ છોડાવતો નથી કહીને, રુંઢના યુવાને ઝઘડો કર્યો હતો.

ખેતર છોડવા બાબતે મારામારી થતા, અક્ષય પઢિયારે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

ભરૂચ 16 જૂન ( હિ. સ )

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાંકપોર નજીક મોટરસાયકલ પર રાજપારડીથી ભાલોદ ઘરે પરત જતા એક યુવકને અન્ય એક ઇસમે માર માર્યો હોવા બાબતે રાજપારડી પોલીસમાં સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામનો અક્ષયકુમાર મનહરભાઇ પઢિયાર નામનો યુવક ગતરોજ તા.15 મીના રોજ બપોરના પોણા ચાર વાગ્યાના અરસામાં રાજપારડીથી પોતાનું કામ પતાવીને તેના મિત્ર કૃપાલસિંહ અટોદરિયા સાથે મોટરસાયકલ પર ઘરે પરત જતો હતો.તે અરસામાં વણાંકપોર ગામથી આગળ જતા રોડ પર સુમેશ ઉર્ફે સચીન મકવાણા રહે રુંઢનો ત્યાં ઉભો હતી. સુમેશની મોટરસાયકલ બગડી હશે એમ માનીને આ લોકોએ તેમની મોટરસાયકલ તેની બાજુમાં ઉભી રાખી હતી.ત્યારે સુમેશએ અક્ષયકુમારને કહ્યું કે તારુ ખેતર મારા ફુવા ગણપત મકવાણા લખીગામ તા.વાગરાનાને ગીરવે આપેલ છે તે રૂપિયા આપી કેમ છોડાવતો નથી એમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારે અક્ષયે કહ્યું હાલમાં મારી પાસે ખેતર છોડાવવા જેટલા રૂપિયા નથી મારી પાસે પૈસાની સગવડ થશે એટલે ખેતર છોડાવી લઇશ. આ સાંભળીને સુમેશ ઉશ્કેરાઇ જઇ માં બેનની ગાળો બોલવા લાગ્યો હતો અને મારામારી કરતા ઝપાઝપી દરમિયાન અક્ષયકુમારને માથામાં કાનની પાછળ બેટ મારી દેતા તે ઇજાગ્રસ્ત થયો હતો.

ઇજાગ્રસ્ત અક્ષયકુમારને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો. આ સંદર્ભે અક્ષયકુમાર પઢિયારે સુમેશ ઉર્ફે સચીન મકવાણા વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ


 rajesh pande