નવી દિલ્હી, 31 જુલાઇ (હિ.સ.) ભારતે ત્રણ ટી-20 મેચોની શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ સુપર
ઓવરમાં જીતી લીધી છે. આ સાથે ભારતે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. સુપર
ઓવરમાં ભારતને માત્ર 3 રનનો ટાર્ગેટ
મળ્યો હતો, જે સૂર્યકુમાર
યાદવે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને હાંસલ કર્યો હતો.જ્યારે ભારત વતી
વોશિંગ્ટન સુંદરે, સુપર ઓવરમાં બોલિંગ કરી હતી અને માત્ર બે રન આપ્યા હતા. બે
બેટ્સમેનોને પેવેલિયન બતાવ્યું હતુ.
આ પહેલા ભારતે ટોસ હારીને, બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા.
શ્રેણીમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની બેટિંગમાં, કડાકો બોલી ગયો. ટીમ તરફથી શુભમન
ગીલે 39 રન, રિયાન પરાગે 26 રન અને
વોશિંગ્ટન સુંદરે 25 રન બનાવ્યા હતા.
જ્યારે શ્રીલંકા તરફથી મહિષ તિક્ષનાએ ત્રણ અને વનિન્દુ હસરંગાએ બે વિકેટ ઝડપી હતી.
વિક્રમસિંઘે, અસિથા ફર્નાન્ડો
અને રમેશ મેન્ડિસને એક-એક સફળતા મળી.
ભારતના 138 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન જ બનાવી શકી
હતી. શ્રીલંકા તરફથી કુસલ પરેલાએ 46 રન,
કુસલ મંડિસે 43 રન અને પથુમ
નિશંકાએ 26 રન બનાવ્યા હતા.
ભારત તરફથી ચાર સ્પિનરોએ, બે-બે વિકેટ લીધી હતી. જેમાં વોશિંગ્ટન સુંદર, રવિ વિશ્નોઈ, રિંકુ સિંહ અને
સૂર્યકુમાર યાદવ હતા. રિંકુ અને સૂર્યાએ માત્ર એક-એક ઓવર નાખી.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ