પેરિસ ઓલિમ્પિક: ભારત અને બેલ્જિયમની હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
પેરિસ, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) હાલમાં ચાલી રહેલી પેરિસ ઓલિમ્પિકમાં પૂલ બીમાં આર્જેન્ટિનાની ન્યૂઝીલેન્ડ સામેની જીત અને બેલ્જિયમની ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ ભારત અને બેલ્જિયમ નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ગયા છે. ભારત
હોકી


પેરિસ, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.)

હાલમાં ચાલી રહેલી પેરિસ ઓલિમ્પિકમાં પૂલ બીમાં આર્જેન્ટિનાની ન્યૂઝીલેન્ડ સામેની

જીત અને બેલ્જિયમની ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ ભારત અને બેલ્જિયમ નોકઆઉટ સ્ટેજ

માટે ક્વોલિફાય થઈ ગયા છે.

ભારતીય પુરૂષ હોકી ટીમે, આયર્લેન્ડ પર વ્યાપક 2-0થી જીત

મેળવીને દેશની ટેલીમાં મેડલ ઉમેરવાની દિશામાં, એક મોટું પગલું ભર્યું છે. મંગળવારે

મોડી રાત્રે આર્જેન્ટિનાએ ન્યુઝીલેન્ડ સામે 2-0થી જીત નોંધાવ્યા બાદ ભારતને,

ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવામાં આવ્યું હતું. આર્જેન્ટિનાની જીત બાદ, ભારત થોડા સમય

માટે પૂલ બીમાં ટોચ પર છે.

બેલ્જિયમે આખરે ઓસ્ટ્રેલિયાને 6-2થી હરાવીને, ભારતને ટોચ

પરથી હટાવી દીધું હતું. આ શાનદાર જીત સાથે બેલ્જિયમે પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

મેળવી લીધો છે. બેલ્જિયમના પરિણામ બાદ ભારત, ત્રણ મેચમાં સાત પોઈન્ટ સાથે બીજા

ક્રમે છે. પેરિસ ઓલિમ્પિકમાં બેલ્જિયમના દોષરહિત પ્રદર્શનથી, તેઓ ત્રણ મેચમાંથી નવ

પોઈન્ટ સાથે ટોચના સ્થાને પહોંચી શક્યા. ભારતે પોતાના અભિયાનની શરૂઆત ન્યૂઝીલેન્ડ

સામે 3-2થી રોમાંચક જીત સાથે કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે, આર્જેન્ટિના સામેની

તેની બીજી મેચમાં મોડેથી ગોલ કરીને એક પોઈન્ટ બચાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande