નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.)
કોમર્શિયલ ગેસ પછી, જાહેર ક્ષેત્રની
ઓઇલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ઇંધણ (એટીએફ)ની કિંમતમાં આશરે રૂ. 3,007નો વધારો કર્યો છે. નવા દરો
ગુરુવારથી લાગુ થઈ ગયા છે.
ઈન્ડિયન ઓઈલની
વેબસાઈટ અનુસાર, દેશની રાજધાની નવી દિલ્હીમાં એટીએફની કિંમત
3,006.71 રૂપિયા પ્રતિ કિલોલીટરથી વધીને 97,975.72 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ
છે. એટીએફમુંબઈમાં
91,650.34 રૂપિયા પ્રતિ કિલોલીટરમાં ઉપલબ્ધ થશે. ચેન્નાઈમાં તેની કિંમત
1,01,632.08 રૂપિયા પ્રતિ કિલોલીટર અને કલકતામાં 1,00,520.88 રૂપિયા પ્રતિ
કિલોલીટર થઈ ગઈ છે.
નોંધનીય છે કે, તહેવારોની સિઝનની શરૂઆત પહેલા એવિએશન ફ્યુઅલ
એટીએફના ભાવમાં, વધારાથી હવાઈ મુસાફરી મોંઘી થવાની શક્યતા વધી ગઈ છે. વાસ્તવમાં
એટીએફના દરોમાં ફેરફારની સીધી અસર વિમાનના ભાડા પર જોવા મળતી હોય છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ/ માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ