બેરૂત, નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.). હમાસ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, જો તેમના દેશ પર કોઈપણ મોરચે કોઈ હુમલો થશે તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
તેહરાનમાં હમાસના ટોચના રાજકીય નેતા ઈસ્માઈલ હાનિયાના હવાઈ હુમલામાં માર્યા ગયા પછી, આ તેમનું પ્રથમ જાહેર નિવેદન હતું. હમાસ અને ઈરાન બંનેએ તરત જ આ આઘાતજનક ઘટના માટે ઈઝરાયલને દોષી ઠેરવ્યું, જે વ્યાપક પ્રાદેશિક યુદ્ધ તરફ દોરી જવાની ધમકી આપે છે.
ઈઝરાયલે 24 કલાકમાં બે દુશ્મનોને માર્યા, પહેલા ઈઝરાયલ સેનાએ મંગળવારે બેરૂતમાં હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુક્ર ને મારી નાખ્યો. એક દિવસ પછી, બુધવારે સવારે, હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હનીયા માર્યા ગયા. આ બંનેના મોત બાદ મધ્ય પૂર્વ એશિયામાં ખળભળાટ મચી ગયો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ ઈસ્માઈલ હનીયેના મૃત્યુની પુષ્ટિ કરી છે. આઈઆરજીસી એ જણાવ્યું હતું કે, તેહરાનમાં હનીયેના ઘર પર સવારે 2 વાગ્યે (ભારતીય સમય મુજબ 4 વાગ્યે) મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હમાસના વડા ઇસ્માઇલ હનીયા અને તેના અંગરક્ષકનું મોત થયું હતું.
હમાસે તેના નેતાના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, હનીયા હવાઈ હુમલામાં માર્યો ગયા હતા. તેઓ આ હુમલાનો બદલો લેશે.
હિન્દુસ્થાન સમાચાર/અજીત તિવારી/સુનિત નિગમ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ / માધવી વ્યાસ