સરકારે લોકસભામાં, આપદા પ્રબંધન (સુધારા) બિલ 2024 રજૂ કર્યું
નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) સરકારે ગુરુવારે લોકસભામાં આપદા પ્રબંધન (સુધારા) બિલ 2024 રજૂ કર્યું. તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તાવાળાઓની કાર્યક્ષમ કામગીરીને મજબૂત કરવાનો અને આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં કામ કરતા હિતધારકોમા
સરકારે લોકસભામાં, આપદા પ્રબંધન (સુધારા) બિલ 2024 રજૂ કર્યું


નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) સરકારે ગુરુવારે લોકસભામાં આપદા પ્રબંધન (સુધારા) બિલ 2024 રજૂ કર્યું. તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તાવાળાઓની કાર્યક્ષમ કામગીરીને મજબૂત કરવાનો અને આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં કામ કરતા હિતધારકોમાં વધુ સ્પષ્ટતા લાવવાનો છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા રજૂ કરાયેલ આ બિલમાં આપદા પ્રબંધન એક્ટ, 2005માં સુધારો કરવાની જોગવાઈ છે.

આ બિલને ઉપલા ગૃહમાં પણ રજૂ કરવામાં આવનાર છે. બિલની રજૂઆત કરતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, રાજ્યોના અધિકારોમાં કોઈ દખલ નથી અને આપદા પ્રબંધન એ રાજ્યોની પ્રથમ જવાબદારી છે. આ બિલનો હેતુ નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી અને હાઈ લેવલ કમિટી જેવી કેટલીક પૂર્વ-અધિનિયમ સંસ્થાઓને વૈધાનિક દરજ્જો આપવાનો પણ છે. આ કાયદાનો ઉદ્દેશ આપત્તિ વ્યવસ્થાપન યોજનાઓની રચના અને અમલીકરણ પર દેખરેખ રાખવા માટે જરૂરી સંસ્થાકીય મિકેનિઝમ્સ સ્થાપિત કરવાનો હતો.

આ બિલનો હેતુ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની કાર્યક્ષમ કામગીરીને મજબૂત કરવાનો પણ છે. આ ખરડો અધિકારીઓને રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ અને રાજ્ય કારોબારી સમિતિને બદલે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે આપત્તિ યોજનાઓ તૈયાર કરવાની સત્તા આપશે. આ બિલમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ડિઝાસ્ટર ડેટાબેઝ બનાવવાની જોગવાઈ છે. આ બિલ રાજ્યની રાજધાનીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથેના મોટા શહેરો માટે, શહેરી આપદા પ્રબંધન ઓથોરિટીની રચના કરવાની જોગવાઈ કરે છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની રચના કરવાની પણ જોગવાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / રામાનુજ / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande