નવી દિલ્હી, 1 ઓગસ્ટ (હિં.સ.) પેરિસ ઓલિમ્પિકના પાંચમા દિવસની સમાપ્તિ
પછી, ચીન 8 ગોલ્ડ, 7 સિલ્વર અને 3
બ્રોન્ઝ સહિત 18 મેડલ સાથે મેડલ ટેબલમાં પ્રથમ સ્થાને છે.
જાપાન અને ફ્રાન્સ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
જાપાન પાસે 15 મેડલ છે (8 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ).જ્યારે ફ્રાન્સ
પાસે 25 મેડલ છે (7 ગોલ્ડ,
10 સિલ્વર અને 8
બ્રોન્ઝ).
ટેબલમાં ઓસ્ટ્રેલિયા 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 14 મેડલ સાથે
ચોથા ક્રમે છે અને ગ્રેટ બ્રિટન 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત કુલ 17 મેડલ સાથે પાંચમા ક્રમે
છે.
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં તેનો બીજો મેડલ જીત્યો, જ્યારે મનુ
ભાકર અને સરબજોત સિંહે મંગળવારે 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ
મેડલ જીત્યો અને હાલમાં તેઓ સ્ટેન્ડિંગમાં 35માં સ્થાને છે. સમર ઓલિમ્પિક્સની 33મી
આવૃત્તિ શુક્રવારથી શરૂ થઈ હતી અને 11 ઓગસ્ટે સમાપ્ત થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ