ઉર્વશી રૌતેલાની ફિલ્મ 'ઘુસપેઠીયા'નું મોસ્ટ અવેટેડ રોમેન્ટિક ગીત, 'તેરે બિના અબ તો' રિલીઝ થયું
નવી દિલ્હી, 1 ઓગસ્ટ (હિ.સ.) આગામી ફિલ્મ 'ઘુસપેઠીયા'નું બહુપ્રતિક્ષિત રોમેન્ટિક ટ્રેક 'તેરે બિના અબ તો' આખરે રિલીઝ થઈ ગયું છે. આ ગીત વિનીત કુમાર સિંહ અને ઉર્વશી રૌતેલા વચ્ચેની અદ્ભુત કેમિસ્ટ્રી દર્શાવે છે, જે ચાહકોને આકર
ફોલમ


નવી દિલ્હી, 1 ઓગસ્ટ (હિ.સ.) આગામી ફિલ્મ 'ઘુસપેઠીયા'નું બહુપ્રતિક્ષિત રોમેન્ટિક ટ્રેક 'તેરે બિના અબ તો' આખરે રિલીઝ થઈ

ગયું છે. આ ગીત વિનીત કુમાર સિંહ અને ઉર્વશી રૌતેલા વચ્ચેની અદ્ભુત કેમિસ્ટ્રી

દર્શાવે છે, જે ચાહકોને

આકર્ષક દ્રશ્ય અને સંગીતનો અનુભવ લાવે છે.

પ્રસંશિત સુસી ગણેશન દ્વારા દિગ્દર્શિત 'ઘુસપેઠીયા' 9 ઓગસ્ટના રોજ

સિનેમાઘરોમાં આવવાની છે. આ ફિલ્મમાં વિનીત કુમાર સિંહ, ઉર્વશી રૌતેલા

અને અક્ષય ઓબેરોય છે. તે એમ. રમેશ રેડ્ડી, જ્યોતિકા શેનોય અને મંજરી સુસી ગણેશન દ્વારા, નિર્મિત છે. 'ઘુસપેઠીયા' સુંદર સંગીતમય

ક્ષણોથી જડેલી રોમાંચક વાર્તાનું વચન આપે છે.જેનું ઉજ્જવળ

ઉદાહરણ 'તેરે બિના અબ તો' છે. આ ગીત

સિદ્ધાર્થ મેનન દ્વારા સુંદર રીતે ગાયું છે.અક્ષય મેનન

દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને તરંગિની મેનન દ્વારા લખાયેલા હૃદયને સ્પર્શી

જાય તેવા ગીતો છે.

આ ફિલ્મ સમકાલીન ડિજિટલ જોખમોની જટિલતા અને આપણા અંગત અને

વ્યાવસાયિક જીવન પર તેમની અસરને ઊંડે ઊંડે દર્શાવે છે. તે સોશિયલ મીડિયાની ખરાબ

અસરો અને વિશ્વાસ અને ગોપનીયતા માટેના જોખમોને પણ પ્રકાશિત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સંજીવ પાશ / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande