પેરિસ, નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલ, ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મહિલા સિંગલ્સ ડબ્લ્યુએસ-4 કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. તેણીએ રવિવારે રાત્રે મેક્સિકોની માર્થા વર્ડિન સામેની મેચ ત્રણ સીધા સેટમાં (11-3, 11-6, 11-7)થી જીતી હતી.
બીજી તરફ અન્ય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી સોનલબેન પટેલ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થવામાં ચૂકી ગયા હતા. તેણીએ વુમન્સ સિંગલ્સ ડબ્લ્યુએસ-3 માં ક્રોએશિયાની એન્ડેલા મુઝિનિક વિન્સીક સામે રાઉન્ડ ઓફ 16માં 3-11, 12-10, 7-11,5, 11 થી હારનો સામનો કરવો પડ્યો.
અગાઉ 30 ઓગસ્ટના રોજ, ભાવિનાબેન અને સોનલબેન મેડલ જીતવાનું ચૂકી ગયા હતા, કારણ કે તેઓ મહિલા ડબલ્સ ટેબલ ટેનિસ ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાની યંગ એઇ જંગ અને સુંગહી મૂન દ્વારા પરાજય પામ્યા હતા. મેચનો અંત 5-11, 6-11, 11-9, 6-11ના સ્કોર સાથે થયો હતો.
દરમિયાન, સોમવારે સવારે (ભારતીય સમય મુજબ), નિષાદ કુમારે પુરુષોની ઊંચી કૂદ ટી-47 માં સિલ્વર મેડલ જીત્યો. આ સાથે ભારતે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં કુલ સાત મેડલ જીત્યા છે, જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ