નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ 78 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ લગભગ 75 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. જોકે, જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ, મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના બીજા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.09 ડોલર એટલેકે 0.12 ટકાના ઘટાડા સાથે, બેરલ દીઠ 77.43 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 0.54 ડોલર એટલેકે 0.73 ટકા ઘટીને બેરલ દીઠ 74.09 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 103.44, ડીઝલ રૂ. 89.97, કલકતામાં પેટ્રોલ રૂ. 104.95, ડીઝલ રૂ. 91.76, ચેન્નઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ