બેંગલુરુ, નવી દિલ્હી,3 સપ્ટેમ્બર
(હિ.સ.) વિથ્યા રામરાજે સોમવારે, અહીંના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે 63મી નેશનલ
ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં, મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં શાનદાર પ્રદર્શન
કરીને 39 વર્ષ જૂનો મીટ રેકોર્ડ તોડ્યો હતો.
વિથ્યા (56.23 સેકન્ડ)એ, 1985માં પી.ટી. ઉષા (56.80
સેકન્ડ)નો મીટ રેકોર્ડ તોડ્યો.
2022 એશિયન ગેમ્સમાં 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ
જીતનાર વિથ્યાએ, કહ્યું,
“પી.ટી. ઉષા એક શાનદાર ખેલાડી છે. તેનો મીટ રેકોર્ડ ઘણા વર્ષોથી ટકી રહ્યો છે.
મારા કોચ ઇચ્છતા હતા કે, હું લાંબા સમય ચાલતા આ રેકોર્ડને તોડી શકું. તેઓ ઈચ્છતા હતા
કે, મારું નામ રેકોર્ડ લિસ્ટમાં સામેલ થાય.”
થોડી વધારાની પ્રેરણા આપતા, વિથ્યાના કોચ નેહપાલ સિંહે તેમના વિદ્યાર્થીને
વચન આપ્યું હતું કે,” જો તે 57 સેકન્ડથી ઓછી દોડી શકે તો તેને પાંચ દિવસની રજા
મળશે.” વિથ્યાએ કહ્યું, “હું આ રજાનો
ઉપયોગ કોઈમ્બતુરમાં મારા માતા-પિતા સાથે, સમય પસાર કરવા માટે કરીશ. મેં તેમને એક
વર્ષથી જોયા નથી.
પુરૂષોની 200 મીટર દોડમાં તમિલનાડુના નિતિન (20.66 સેકન્ડ)
એ, નવો મીટ રેકોર્ડ બનાવ્યો. જૂનો રેકોર્ડ અનિમેષ કુજુર (20.74 સેકન્ડ) દ્વારા બનાવવામાં
આવ્યો હતો. અંજુ બોબી જ્યોર્જ (6.74મીટર, 2002) દ્વારા મેળવેલા મીટ રેકોર્ડ, જે અંસી સોજનને મહિલાઓની
લાંબી કુળમાં જીત માટે સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લીટ ઘોષિત કરવામાં આવી હતી, તેના 6.71મીટરનો જમ્પ બસ થોડોક જ પાછળ હતો.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો. માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ