જુનિયર એનટીઆર ની ફિલ્મ 'દેવરા', બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) ડાયરેક્ટર કોરાતલા શિવાની એક્શન અને થ્રિલર ફિલ્મ, 'દેવરા-પાર્ટ 1' ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું, ત્યારથી જ દર્શકો તેને જોવા માટે ઉત્સુક હતા. છ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ, જુનિયર એનટીઆર એ ફરી એકવ
દેવરા ફિલ્મ


નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) ડાયરેક્ટર કોરાતલા શિવાની એક્શન અને થ્રિલર ફિલ્મ, 'દેવરા-પાર્ટ 1' ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું, ત્યારથી જ દર્શકો તેને જોવા માટે ઉત્સુક હતા. છ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ, જુનિયર એનટીઆર એ ફરી એકવાર પોતાની સોલો ફિલ્મથી ધૂમ મચાવી છે. દેવરા ફિલ્મ 27 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. દેવરા ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર લીડ રોલમાં છે. જ્હાન્વી કપૂરની આ પહેલી તેલુગુ ફિલ્મ છે. દેવરામાં સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં છે. ફિલ્મ દેવરા ને શરૂઆતના દિવસે જ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હવે 'દેવરા'ના ત્રીજા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનનો રિપોર્ટ સામે આવ્યો છે. રિલીઝ પહેલા ફિલ્મનું જોરદાર પ્રચાર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તમને ભરપૂર એક્શન જોવા મળશે અને સસ્પેન્સ પણ માણવા મળશે.

બોક્સ ઓફિસ ટ્રેકર સૈકનિલ્કના જણાવ્યા અનુસાર, 'દેવરા'એ તેની રિલીઝના ત્રીજા દિવસે, એટલે કે પહેલા રવિવારે 40.3 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યાં 'દેવરા'એ, પહેલા દિવસે 82.5 કરોડનું ખાતું ખોલાવીને ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા, જ્યારે બીજા દિવસે 'દેવરા'એ, માત્ર 38 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જે બાદ તેનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 161 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ જ ફિલ્મે દુનિયાભરમાં 304 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.

દેવરાની વાર્તા

દેવરા ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો તે સંપૂર્ણપણે જુનિયર એનટીઆર પર આધારિત છે. જેમાં એનટીઆર ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી રહેલા સૈફ અલી ખાનની સાથે સમુદ્ર મારફતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. એક દિવસ અચાનક એનટીઆરને સમજાયું કે, તે જે કરી રહ્યો હતો તે ખોટું હતું. આ પછી તે ગુનાની આ દુનિયામાંથી બહાર નીકળવા માંગે છે, પરંતુ સૈફને તે પસંદ નથી. પછી અહીંથી તેમની વચ્ચે લડાઈ શરૂ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande