સીબીડીટી એ, ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ તારીખ 7 ઓક્ટોબર સુધી લંબાવી
-ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની તારીખ, 30મી સપ્ટેમ્બરથી વધારીને 7મી ઓક્ટોબર કરી નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.). આવકવેરા વિભાગે, નાણાકીય વર્ષ 2023-24 માટે ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) દ્વાર
સીબીડીટી


-ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની તારીખ, 30મી સપ્ટેમ્બરથી વધારીને 7મી ઓક્ટોબર કરી

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.). આવકવેરા વિભાગે, નાણાકીય વર્ષ 2023-24 માટે ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં વિવિધ ઓડિટ રિપોર્ટ્સ ફાઇલ કરવાની તારીખ, 30 સપ્ટેમ્બરથી વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવી છે.

સીબીડીટી દ્વારા રવિવારે જારી કરાયેલી સૂચના અનુસાર, નાણાકીય વર્ષ 2023-24 માટે વિવિધ ઓડિટ રિપોર્ટ્સ ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી છે. પરિપત્ર (નં. 10/2024, સંદર્ભ 225/205/2024-આઈટીએ-II) મુજબ, આ અહેવાલો ફાઇલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 7 ઓક્ટોબર, 2024 કરવામાં આવી છે.

આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આવકવેરા કાયદા હેઠળ વિવિધ ઓડિટ રિપોર્ટના ઈલેક્ટ્રોનિક ફાઇલિંગમાં કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સીબીડીટી એ ઑડિટ રિપોર્ટ્સ ફાઇલ કરવાની તારીખ લંબાવી છે. આવકવેરા વિભાગે કરદાતાઓને આ વિસ્તૃત સમયમર્યાદાનો મહત્તમ ઉપયોગ કરવા અને નવી નિયત તારીખ 7 ઓક્ટોબર, 2024 સુધીમાં તેમના ઓડિટ અહેવાલો સબમિટ કરવાનું સુનિશ્ચિત કરવા સલાહ આપી છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/દધીબલ યાદવ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande