નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) પિતા બન્યા બાદ ફિલ્મ અભિનેતા રણવીર સિંહ રવિવારે રાત્રે,
પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો હતો. દીપિકા અને રણવીર સિંહે ગણેશોત્સવ દરમિયાન
દીકરીના જન્મની ઉજવણી કરી હતી. દીપિકાએ 8 સપ્ટેમ્બર 2024ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. રણવીર લગભગ 20 દિવસ પછી
પહેલીવાર કોઈ ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો
છે.
અંબાણી પરિવારે 29 સપ્ટેમ્બરે, તેમના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયા ખાતે 'યુનાઈટેડ ઈન
ટ્રાયમ્ફ' નામની ઈવેન્ટનું
આયોજન કર્યું હતું. જેમાં રણવીર સિંહે પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે રણવીરે, પિતા
બનવાની ખુશી પાપારાઝી સાથે શેર કરી હતી. અંબાણી પરિવારે આ ઈવેન્ટ માટે, લગભગ 140 ઓલિમ્પિયન્સ અને
પેરાલિમ્પિયન્સને પહેલીવાર એકઠા કર્યા હતા. આ પ્રસંગે તેમની સફળતાની ઉજવણી કરવામાં
આવી હતી. તેનો ઉદ્દેશ્ય રમત અને રમતવીરોને પ્રોત્સાહન આપવાનો છે. આ ઈવેન્ટમાં
બોલિવૂડના ઘણા કલાકારો હાજર રહ્યા હતા.
અભિનેત્રી દીપિકા હાલમાં મેટરનિટી લીવ માણી રહી છે. એક
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દીપિકા 2025 સુધી મેટરનિટી લીવ પર રહેશે. તે લગભગ 6-7 મહિના પછી કામ
પર પરત ફરશે. દીપિકાના કામની વાત કરીએ તો તે પ્રભાસ, કમલ હાસન, અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ '2898એડી'માં જોવા મળી
હતી. હવે તે રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન'માં જોવા મળશે. રણવીર પણ તેમાં છે. આ ફિલ્મ દિવાળીના અવસર
પર રિલીઝ થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના /
ડો માધવી
---------------
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ