નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત
અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી, બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજા
ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ લેનારો,
સાતમો ભારતીય ક્રિકેટર બની ગયો છે. 35 વર્ષીય સ્પિનરે ખાલિદ અહેમદને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી
હતી.
આ માઈલસ્ટોન સુધી પહોંચનાર, ભારત તરફથી પ્રથમ ડાબોડી સ્પિનર
જાડેજાએ માત્ર 73 ટેસ્ટમાં આ
સિદ્ધિ મેળવી હતી. તેણે 23.98ની શાનદાર એવરેજ
અને 58.10ની સ્ટ્રાઈક
રેટથી 300 વિકેટ લીધી છે.
તેની બોલિંગ ક્ષમતાની સાથે,
જાડેજાએ બેટ વડે
પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.તેણે 36.72ની સરેરાશથી 3,122 ટેસ્ટ રન
બનાવ્યા છે.જેમાં ચાર સદી અને 21 અડધી સદીનો સમાવેશ થાય છે.
ભારતીય બોલરોમાં આર. અશ્વિન (54 મેચ), અનિલ કુંબલે (66) અને હરભજન સિંહ (72) પછી જાડેજા 300 વિકેટ ઝડપનાર
ચોથો બોલર છે.
જાડેજાની ઓલરાઉન્ડ કુશળતા ટેસ્ટ ક્રિકેટથી પણ આગળ વધે છે.
વન ડે ઈન્ટરનેશનલમાં તેણે 2,756 રન બનાવ્યા છે,
અને 220 વિકેટ લીધી છે.
ટી-20- ઈન્ટરનેશનલ (ટી-20), તેણે 515 રન બનાવ્યા છે
અને 54 વિકેટ લીધી છે, અને પોતાની જાતને
તમામ ફોર્મેટમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે/ ડો માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ