અનુષ્કા શર્મા લાંબા સમય બાદ મુંબઈ પરત આવી, વાયરલ થયો વીડિયો
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર (હિ.સ.) છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહેલી અનુષ્કા શર્મા, ઘણા મહિનાઓથી લંડનમાં છે. તેણે ત્યાં લંડનમાં પુત્રને જન્મ આપ્યો છે. હવે ઘણા મહિનાઓ બાદ અનુષ્કા, મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેણીએ કાળા કેઝ્યુઅલ પોશાકમાં
અનુષ્કા


નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર (હિ.સ.) છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહેલી અનુષ્કા શર્મા, ઘણા મહિનાઓથી લંડનમાં છે. તેણે ત્યાં લંડનમાં પુત્રને જન્મ આપ્યો છે. હવે ઘણા મહિનાઓ બાદ અનુષ્કા, મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેણીએ કાળા કેઝ્યુઅલ પોશાકમાં પ્રવેશ કર્યો. ઘણા વર્ષો પછી તેને જોઈને ચાહકો પણ ખુશ છે. તેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

એવી અફવા છે કે, અનુષ્કા અને વિરાટ કોહલી તેમના બે બાળકો સાથે લંડનમાં સ્થાયી થયા છે. હવે અનુષ્કા એકલી મુંબઈમાં પાછી આવી છે. તે ફુલ બ્લેક આઉટફિટ, બ્લેક ગોગલ્સમાં જોવા મળી હતી. તેણીએ પાપારાઝીની સામે પોઝ આપ્યો અને પછી કારમાં જતી રહી. અનુષ્કાનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર્સના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

અનુષ્કા શર્માના ફેન્સ પણ ખુશ છે.

થોડીવારમાં જ આ વીડિયો પર નેટીઝન્સ તરફથી કોમેન્ટ આવવા લાગી. 'બ્લેક કમાન્ડો', 'ભાભી જાડી દેખાઈ રહી છે', જેવી કોમેન્ટ જોવા મળી રહી છે. અનુષ્કાએ આ વર્ષે અકાયાને જન્મ આપ્યો છે. લંડનના કોહલી પરિવારના ઘણા વીડિયો વાયરલ થયા છે. વર્લ્ડ કપ બાદ લંડન જવા રવાના થયા બાદ, વિરાટ કોહલી પણ ત્યાં છે. અનુષ્કાની 'ચકદા એક્સપ્રેસ' ફિલ્મ રિલીઝની રાહ જોઈ રહી છે. ચર્ચા છે કે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે, પરંતુ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande