બોમ્બે હાઈકોર્ટ તરફથી 'ઇમરજન્સી'ને કોઈ રાહત નહીં, સેન્સર બોર્ડે કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો
મુંબઈ, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી', હવે 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે નહીં. બોમ્બે હાઈકોર્ટે, બુધવારે ફિલ્મ નિર્માતા અને સેન્સર બોર્ડ વચ્ચેના વિવાદ પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે, મધ્યપ્રદેશ હાઈકોર
ઈમરજન્સી


મુંબઈ, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી', હવે 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે નહીં. બોમ્બે હાઈકોર્ટે, બુધવારે ફિલ્મ નિર્માતા અને સેન્સર બોર્ડ વચ્ચેના વિવાદ પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટ પહેલા જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ને આ મામલે નિર્ણય લેવા માટે કહી ચૂકી છે, તેથી તે હવે કોઈ આદેશ આપી શકે નહીં. કોર્ટે સીબીએફસી ને આ બાબતે કોઈપણ વાંધાઓ પર 18 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું છે.

ભાજપ સાંસદ કંગના રનૌત દ્વારા નિર્મિત ફિલ્મ, ઈમરજન્સીના સહ-નિર્માતા ઝી સ્ટુડિયો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર બુધવારે બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ બીપી કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફિલ્મના સહ-નિર્માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સીબીએફસી એ ગેરકાયદેસર અને મનસ્વી રીતે પ્રમાણપત્ર અટકાવ્યું છે. કોર્ટે કહ્યું કે, તે સીબીએફસી ને પ્રમાણપત્ર આપવા માટે નિર્દેશ આપી શકે નહીં, કારણ કે મધ્યપ્રદેશ હાઈકોર્ટે જબલપુર શીખ સંગતના આરોપો અને ચિંતાઓ પર નિર્ણય લેવા સેન્સર બોર્ડને પહેલેથી જ આદેશ આપ્યો છે. શીખ સંગઠને ફિલ્મ અને તેના ટ્રેલર સામે વાંધો ઉઠાવ્યો છે.

આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ શીખ સંગઠનોના વાંધાને પગલે તેને મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે અને ફિલ્મના લેખક, દિગ્દર્શક અને નિર્માતા, સાંસદ કંગના રનૌત છે. આ ફિલ્મ 25 જૂન, 1975થી 21 માર્ચ, 1977 સુધી દેશમાં લાદવામાં આવેલી 21 મહિનાની ઈમરજન્સીની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં કંગનાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. શિરોમણી અકાલી દળ સહિત પંજાબના શીખ સંગઠનોએ ફિલ્મના નિર્માતાઓ પર શીખોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને તેમને ખોટી રીતે દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે, ફિલ્મમાં શીખોની ખોટી છબી રજૂ કરવામાં આવી છે.

હાઈકોર્ટે સેન્સર બોર્ડને જબલપુર શીખ સંગત અથવા અન્ય કોઈપણ રજૂઆતો પર 18 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવાનો આદેશ પણ આપ્યો હતો. જબલપુર હાઈકોર્ટે સેન્સર બોર્ડને આદેશ આપ્યો હતો કે, તે ફિલ્મને સર્ટિફિકેટ આપતા પહેલા શીખ સમુદાયના પ્રતિનિધિઓને ફિલ્મ વિશે તેમના વિચારો વ્યક્ત કરવા કહે. 3 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં સુનાવણી બાદ ન્યાયાધીશે કહ્યું, 'ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે નહીં. સેન્સર બોર્ડે હજુ સુધી ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું નથી.

હિન્દુસ્થાન સમાચાર/રાજબહાદુર યાદવ/સુનીત નિગમ / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande