નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા
મંત્રી પ્રહલાદ જોશીએ બુધવારે, ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં નવા વિચારો લાવવા અને
યુવાનોને સામેલ કરવા સ્ટાર્ટઅપ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રહલાદ જોશીએ 'ગ્રીન હાઇડ્રોજન ઇન્ડિયા' 2024ની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન
સમારોહને સંબોધિત કર્યો હતો. એમ સંબોધન કરતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,”
ગ્રીન હાઇડ્રોજન મિશનને આગળ વધારવા માટે આપણે સ્ટાર્ટઅપ્સ લાવવાની જરૂર છે, કારણ કે તેના
માટે યુવાનો અને નવા વિચારોની જરૂર છે.”
ગ્રીન હાઇડ્રોજન પર 2જી આંતરરાષ્ટ્રીય પરિષદ 11 થી 13
સપ્ટેમ્બર દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાશે. મંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું
હતું કે,” આ ઈવેન્ટનો હેતુ ગ્રીન હાઈડ્રોજન મિશનને આગળ લઈ જવાનો છે.” તેમણે કહ્યું
કે,” સરકારે આ માટે 19,744 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ એક્ઝિબિશનમાં ગ્રીન
હાઇડ્રોજન પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજી સંબંધિત 120થી વધુ સ્ટોલ હશે. તેમાં 150થી
વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ સામેલ થશે.”
તેમણે કહ્યું કે,”
યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને
નેધરલેન્ડ રસના મુખ્ય ક્ષેત્રો હશે. આના પર સત્રોનું પણ આયોજન કરવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે,
નવી દિલ્હીમાં યોજાનારી આ કોન્ફરન્સનું આયોજન નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (એમએનઆરઈ) દ્વારા
પ્રિન્સિપલ સાયન્ટિસ્ટના કાર્યાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. ગ્રીન
હાઇડ્રોજન લેન્ડસ્કેપ વિશેની અમારી સમજને વધુ ગાઢ બનાવવા અને વૈશ્વિક વૈજ્ઞાનિક
સમુદાયો અને ઉદ્યોગો સાથેના સંબંધોને પ્રોત્સાહન આપવાની આ એક શ્રેષ્ઠ તક હશે. આ
કાર્યક્રમના ભાગીદારો ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી) અને સોલાર એનર્જી
કોર્પોરેશન ઓફ ઈન્ડિયા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ યાદવ / ડો માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ