નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 74 ડોલર આસપાસ છે અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 70 ડોલરની આસપાસ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 103.44, ડીઝલ રૂ. 89.97, કલકતામાં પેટ્રોલ રૂ. 104.95, ડીઝલ રૂ. 91.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના ત્રીજા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રેન્ટ ક્રૂડ 0.47 ડોલર એટલેકે 0.64 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 73.28 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 0.51 ડોલર એટલેકે 0.73 ટકા ઘટીને બેરલ દીઠ 69.83 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ