શિક્ષકોને રાષ્ટ્રપતિનો સંદેશ, કહ્યું- તેમને ભાવિ પેઢીના મસ્તિષ્કને સંવર્ધન કરવાની મોટી જવાબદારી...
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર (હિં.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરના શિક્ષકોને, શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે,”શિક્ષકોને ભાવિ પેઢીના મસ્તિષ્કનું સંવર્ધન કરવાનું અને એકંદર શ્રેષ્ઠતા તરફ માર્ગદર્
મુર્મુ


નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર (હિં.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષક

દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરના શિક્ષકોને, શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે,”શિક્ષકોને ભાવિ

પેઢીના મસ્તિષ્કનું સંવર્ધન કરવાનું અને એકંદર શ્રેષ્ઠતા તરફ માર્ગદર્શન આપવાનું

મહત્ત્વપૂર્ણ કાર્ય સોંપવામાં આવ્યું છે.”રાષ્ટ્રપતિએ એક

સંદેશમાં જણાવ્યું હતું કે,” આ દિવસ મહાન શિક્ષણશાસ્ત્રી, તત્વચિંતક અને

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન થયા છે. તેઓ સમગ્ર દેશ માટે

પ્રેરણાના સ્ત્રોત છે.”

તેમણે કહ્યું કે,”

બાળકો દેશનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓ તરીકે તેઓ જીવન કૌશલ્યો અને મૂલ્યો શીખે છે.

શિક્ષકો, માર્ગદર્શક તરીકે, વિદ્યાર્થીઓને

ભવિષ્યના નેતાઓમાં ઘડી શકે છે, જે આપણા દેશનું ભાગ્ય ઘડશે.” રાષ્ટ્રપતિએ જણાવ્યું

હતું કે,” શિક્ષકોને ભાવિ પેઢીના દિમાગનું સંવર્ધન કરવાનું, તેમને સર્વાંગી

શ્રેષ્ઠતા તરફ માર્ગદર્શન આપવાનું મહત્વનું કાર્ય સોંપવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, આલોચનાત્મક વિચાર કૌશલ્ય અને સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના

કેળવવી એ શિક્ષકોની ફરજ છે.”

રાષ્ટ્રીય શિક્ષણ

નીતિ 2020 માં પરિકલ્પના

મુજબ, શિક્ષણ આપવાની

આધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા, શિક્ષકો

વિદ્યાર્થીઓને ઉત્પાદક જીવન જીવવા અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે સશક્ત

બનાવી શકે છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ભવન

સંકુલમાં આવેલ અમૃત ઉદ્યાન ખાસ કરીને આવતીકાલે (5 સપ્ટેમ્બર) શિક્ષક દિને તમામ શિક્ષકો માટે

ખુલ્લું રહેશે. તેઓ નોર્થ એવન્યુ રોડ પાસે રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35 પરથી આવી શકે

છે. તેમની સુવિધા માટે, સેન્ટ્રલ

સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી મફત શટલ બસ સેવા પણ ઉપલબ્ધ રહેશે.

અમૃત ઉદ્યાન સમર

એન્યુઅલ એડિશન, 2024 સોમવાર સિવાય 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી

સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી

(છેલ્લી એન્ટ્રી - 05:15 વાગ્યા સુધી)

લોકો માટે ખુલ્લી છે. પ્રવેશ મફત છે.

મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ (https://visit.rashtrapatibhavan.gov.in/)

પર તેમના સ્લોટ

ઓનલાઈન બુક કરી શકે છે. વૉક-ઇન મુલાકાતીઓ ગેટ નંબર 35 ની બહાર સ્થિત સેલ્ફ-સર્વિસ કિઓસ્ક દ્વારા

પોતાની નોંધણી કરાવી શકે છે.

અમૃત ઉદ્યાન સમર એન્યુઅલ એડિશન, 2024 દરમિયાન અત્યાર

સુધીમાં 1.5 લાખથી વધુ

મુલાકાતીઓએ અમૃત ઉદ્યાનની મુલાકાત લીધી છે. પ્રવાસ દરમિયાન, મુલાકાતીઓને

પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવા માટે બીજપત્ર આપવામાં આવી રહયા છે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / દધીબલ યાદવ / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande