રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, લાતુરમાં વિશ્વશાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું
મુંબઈ, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, બુધવારે લાતુર જિલ્લાના ઉદગીરમાં નવનિર્મિત વિશ્વશાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ, વિહારમાં ગૌતમ બુદ્ધની પ્રતિમાની મુલાકાત લીધી હતી અને બાબા સાહેબ આંબેડકરની પ્રત
રાષ્ટ્રપતિ


મુંબઈ, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, બુધવારે લાતુર જિલ્લાના ઉદગીરમાં નવનિર્મિત વિશ્વશાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ, વિહારમાં ગૌતમ બુદ્ધની પ્રતિમાની મુલાકાત લીધી હતી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂજા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ઉપસ્થિત બૌદ્ધ સાધુઓને વસ્ત્રો દાનમાં આપ્યા હતા. એક બૌદ્ધ સાધુએ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગૌતમ બુદ્ધની પ્રતિમા અર્પણ કરી.

આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને કરી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી રામદાસ આઠવલે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ગ્રામીણ વિકાસ અને જિલ્લા સંરક્ષક મંત્રી ગિરીશ મહાજન, રમતગમત મંત્રી સંજય બનસોડે, મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે, શ્રી. ધારાસભ્ય વિક્રમ કાલે, રમેશ કરાડ, અભિમન્યુ પવાર, કલેક્ટર વર્ષા ઠાકુર-ઘુગે ઉપસ્થિત રહ્યા હતા.

ઉદગીરનો વિહાર, કર્ણાટકના કાલબુર્ગીના બુદ્ધ વિહારની પ્રતિકૃતિ છે. આ વિહારનું નિર્માણ એક હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. વિહારમાં 1200 અનુયાયીઓ માટે બેઠક વ્યવસ્થા સાથેનું ધ્યાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. વિહાર વિસ્તારમાં પ્રવેશવા માટે મુખ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે અને આ પ્રવેશદ્વાર બિહારના સાંચી સ્તૂપની જેમ ડિઝાઇન કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર/રાજબહાદુર યાદવ/સુનીત નિગમ / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande