પેરિસ પેરાલિમ્પિક્સ: ધરમબીરે મેન્સ ક્લબ થ્રો એફ-51માં નવા એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો, પ્રણવે સિલ્વર જીત્યો.
પેરિસ,નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર (હિં.સ.) ધરમબીરે પુરુષોના ક્લબ થ્રો એફ-51 સ્પર્ધામાં, નવા એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો.જ્યારે પ્રણવ સુરમાએ ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો. 2022 એશિયન ગેમ્સ સિલ્વર
સા્ત


પેરિસ,નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર (હિં.સ.)

ધરમબીરે પુરુષોના ક્લબ થ્રો એફ-51 સ્પર્ધામાં, નવા એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો.જ્યારે પ્રણવ

સુરમાએ ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો.

2022 એશિયન ગેમ્સ

સિલ્વર મેડલ વિજેતા ધરમબીરે ચાર ફાઉલ કર્યા, અને તેના પાંચમા પ્રયાસમાં તેણે 34.92 મીટરનો થ્રો

મેનેજ કર્યો, જે ગોલ્ડન સાબિત

થયો. તેનો અંતિમ થ્રો 31.59 મીટર હતો. તેણે પહેલા

2016 અને 2020 માં

પેરાલિમ્પિક્સમાં ભાગ લીધો હતો, અનુક્રમે નવમું અને આઠમું સ્થાન મેળવ્યું હતું.

35 વર્ષીય ધરમબીર

હરિયાણાના સોનીપતનો રહેવાસી છે. 2012 માં ડાઇવિંગ કરતી વખતે તે પાણીની અંદરના ખડક સાથે અથડાયો

હતો અને પરિણામે તે કમરથી નીચે લકવાગ્રસ્ત થયો હતો. તેણે 2014માં અમિત કુમાર

સરોહાના માર્ગદર્શન હેઠળ આ રમત શરૂ કરી.

હાંગઝોઉ એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા, પ્રણવનો

સર્વશ્રેષ્ઠ થ્રો 34.59 મીટર હતો, જે તેના પ્રથમ

પ્રયાસમાં આવ્યો હતો. એક ફાઉલ સિવાય, તેના બાકીના ચાર થ્રો 34.19મીટર, 34.50મીટર, 33.90મીટરઅને 33.70મીટરહતા.

પ્રણવ 16 વર્ષની ઉંમરે લકવાગ્રસ્ત થઈ ગયો હતો, જ્યારે 2011માં તેના ઘરની છત તેના પર તૂટી પડી. હરિયાણાના ફરીદાબાદનો

રહેવાસી 29 વર્ષીય પ્રણવ

વ્યવસાયે બેંકર છે.

આ સ્પર્ધામાં ત્રીજા ભારતીય અમિત કુમાર સરોહા, માત્ર 23.96 મીટરના શ્રેષ્ઠ

થ્રોનું સંચાલન કરી શક્યા અને 10 પ્રતિભાગીઓમાં છેલ્લા સ્થાને રહ્યા. 39 વર્ષીય અમિતે 2012માં લંડનમાં

પુરુષોની ડિસ્કસ થ્રો એફ-51 ઈવેન્ટમાં

પેરાલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો.તેણે અગાઉ 2016માં રિયો ડી

જાનેરોમાં અને 2021માં ટોક્યોમાં

પુરુષોની ક્લબ થ્રો એફ-51માં દેશનું

પ્રતિનિધિત્વ કર્યું હતું.

અમિત કુમાર સરોહા 22 વર્ષની ઉંમરે, કાર અકસ્માતમાં કરોડરજ્જુના સંકોચનને કારણે

ક્વોડ્રિપ્લેજિક બનતા પહેલા રાષ્ટ્રીય સ્તરના હોકી ખેલાડી હતા. તે બે વખતની વર્લ્ડ

ચેમ્પિયનશિપમાં, સિલ્વર મેડલ વિજેતા છે અને તેની પાસે બે ગોલ્ડ સહિત પાંચ એશિયન

ગેમ્સ મેડલ છે.

વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને બે વખતના ઓલિમ્પિક સુવર્ણ

ચંદ્રક વિજેતા ઝેલજ્કો દિમિત્રીજેવિકે 34.18 મીટરના થ્રો સાથે, બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ક્લબ થ્રો, એ એક એવી ઘટના છે જેમાં શક્ય હોય ત્યાં સુધી

લાકડાની ક્લબ ફેંકવાનો ઉદ્દેશ્ય છે. તે હેમર થ્રોનો પેરા સમકક્ષ છે. જેમાં સહભાગીઓ

ફેંકવા માટે જરૂરી શક્તિ ઉત્પન્ન કરવા માટે ખભા અને હાથ પર આધાર રાખે છે.

આપને જણાવી દઈએ કે, ભારતે અત્યાર સુધી પેરાલિમ્પિક ગેમ્સની

ચાલી રહેલી એડિશનમાં 24 મેડલ જીત્યા છે.જેમાં પાંચ ગોલ્ડ, નવ સિલ્વર અને 10 બ્રોન્ઝ સામેલ

છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande