નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન
પીયૂષ ગોયલે શુક્રવારે કહ્યું કે,” હવે ભારત અને ભૂમધ્ય દેશો વચ્ચેના સંબંધોને વધુ
મજબૂત કરવાનો સમય આવી ગયો છે.” ગોયલે કહ્યું કે,” ભારત અને ભૂમધ્ય દેશો માટે
પર્યટન ક્ષેત્રમાં સહયોગની અપાર સંભાવનાઓ છે.”
નવી દિલ્હીમાં
કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) ઈન્ડિયા-મેડિટેરેનિયન ટ્રેડ સમિટ 2024ને સંબોધતા ગોયલે
કહ્યું કે,” ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (આઇએમઇસી) એ એક મહત્વપૂર્ણ
પહેલ છે. જે ભારતની દરિયાઈ સુરક્ષા અને યુરોપની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવશે.
એશિયા વચ્ચે માલની ઝડપી અવરજવરમાં ફાળો આપી શકે છે. ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક
કોરિડોરની પહેલ ભારતની દરિયાઈ સુરક્ષાને વધારશે.”
વાણિજ્ય મંત્રીએ કહ્યું કે,” આઇએમઇસી ની શરૂઆત ભારતની જી-20 અધ્યક્ષતા
દરમિયાન કરવામાં આવી હતી. તેનો હેતુ યુએઈ, સાઉદી અરેબિયા, જોર્ડન, ઇઝરાયેલ અને યુરોપિયન યુનિયન દ્વારા, ભારત, યુરોપ, મધ્ય-પૂર્વને
એકીકૃત કરવાનો છે. લોજિસ્ટિક્સનો ઓછો ખર્ચ, ઝડપી કનેક્ટિવિટી અને માલસામાનની સલામત હિલચાલ, આ પ્રદેશમાં
વધુ સારા સહકાર પર આધાર રાખે છે. ભારત તેના બંદરોનું વિસ્તરણ કરી રહ્યું છે, તેના વિકાસની ગતિ
ઝડપી છે. ભારત પોતાના યુવાનોને, ઉજ્જવળ ભવિષ્ય આપવા માંગે છે. દેશના
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.”
ગોયલે જણાવ્યું હતું કે,” ભારત અને ભૂમધ્ય દેશોના શિપિંગ
ક્ષેત્રમાં વિશાળ સમાન હિતો છે, પછી તે જહાજ-નિર્માણ, માલિકી, દરિયાઇ ક્ષેત્ર અથવા ક્રુઝ વ્યવસાય હોય.” તેમણે કહ્યું કે,”
કેન્દ્ર બંદરોના વિકાસમાં મોટી તક જુએ છે. છેલ્લા એક દાયકામાં બંદરોની ક્ષમતા,
બમણી થઈ છે. અમે આગામી 5 વર્ષમાં બંદરોની ક્ષમતા બમણી થવાની અપેક્ષા રાખીએ છીએ.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર / ડો માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ