નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.) દેશમાં આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 103.44, ડીઝલ રૂ. 89.97, કલકતામાં પેટ્રોલ રૂ. 104.95, ડીઝલ રૂ. 91.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.86 અને ડીઝલ રૂ. 92.44 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના પાંચમા દિવસે શરૂઆતના વેપારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.04 ડોલર એટલેકે 0.05 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 72.65 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 0.05 ડોલર એટલેકે 0.07 ટકા ઘટીને 69.10 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ