એર ઈન્ડિયાએ, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ચેક-ઈનની સમયમર્યાદા લંબાવી
નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.) ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એરલાઈન્સે, શનિવારે તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ચેક-ઈન સમય વધારવાની જાહેરાત કરી હતી. એરલાઈન્સે કહ્યું છે કે, હવે ચેક-ઈન કાઉન્ટર તેના નિર્ધારિત પ્રસ્થાન સમયના 75 મિનિટ પહેલા બંધ થઈ
એર ઇન્ડિયા


નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.) ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એરલાઈન્સે, શનિવારે તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ચેક-ઈન સમય વધારવાની જાહેરાત કરી હતી. એરલાઈન્સે કહ્યું છે કે, હવે ચેક-ઈન કાઉન્ટર તેના નિર્ધારિત પ્રસ્થાન સમયના 75 મિનિટ પહેલા બંધ થઈ જશે. આ નિયમ રાજધાની નવી દિલ્હીથી તમામ આંતરરાષ્ટ્રીય પ્રસ્થાનો પર લાગુ થશે. આ નિયમ 10 સપ્ટેમ્બર 2024થી લાગુ થશે.

નવી દિલ્હીથી આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન માટેનું ચેક-ઇન કાઉન્ટર, હવે તમારા નિર્ધારિત પ્રસ્થાનના સમયની 75 મિનિટ પહેલાં બંધ થઈ જશે, તેમ કંપનીએ એક્સ-પોસ્ટ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લી 60 મિનિટના બંધનું આ એડજસ્ટમેન્ટ બધા માટે સરળ અને આરામદાયક મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરે છે, જે પીક પીરિયડ્સ દરમિયાન પણ ચેક-ઈન પ્રક્રિયાઓ અને સુરક્ષા ક્લિયરન્સ માટે પૂરતો સમય આપે છે. અમે આ નવા બંધ સમય પહેલા એરપોર્ટ પર જવા માટે તમારા સહકારની પ્રશંસા કરીએ છીએ.

ઑગસ્ટની શરૂઆતમાં, એર ઇન્ડિયાએ કહ્યું હતું કે, 10 સપ્ટેમ્બર, 2024 થી, નવી દિલ્હી એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટેના ચેક-ઇન કાઉન્ટર ફ્લાઇટના પ્રસ્થાનની 75 મિનિટ પહેલાં બંધ થઈ જશે. એરલાઈને તે સમયે મુસાફરોને સમયસર ચેક-ઈન કાઉન્ટર પર રિપોર્ટ કરવા વિનંતી પણ કરી હતી. નોંધનીય છે કે, ઇન્ટરનેશનલ ડિપાર્ચર્સ એ વિસ્તાર છે જેનો ઉપયોગ મુસાફરો વિદેશ જવા માટે કરે છે. ઇન્ટરનેશનલ ટર્મિનલમાં સ્થિત પાસપોર્ટ ચેકપોઇન્ટમાંથી પસાર થયા પછી, મુસાફરો આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન માટે આગળ વધી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/દધીબલ યાદવ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande