પ્રીમિયર લીગ ક્લબ એવર્ટનએ, કોચ સીન ડાયચેને બરતરફ કર્યા
લંડન, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) પ્રીમિયર લીગ ક્લબ એવર્ટને તેના કોચ સીન ડાયચેને બરતરફ કર્યા છે. ક્લબે ગુરુવારે આ જાહેરાત કરી. એવર્ટન ફૂટબોલ ક્લબ પુષ્ટિ કરી છે કે, સીન ડાયચેને તાત્કાલિક અસરથી સિનિયર પુરુષ ટીમના પ્રથમ
કોચ


લંડન, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.)

પ્રીમિયર લીગ ક્લબ એવર્ટને તેના કોચ સીન ડાયચેને બરતરફ કર્યા છે. ક્લબે ગુરુવારે આ

જાહેરાત કરી.

એવર્ટન ફૂટબોલ

ક્લબ પુષ્ટિ કરી છે કે, સીન ડાયચેને તાત્કાલિક અસરથી સિનિયર પુરુષ ટીમના પ્રથમ ટીમ

મેનેજર તરીકેની, ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે ક્લબે તેના એક નિવેદનમાં જણાવ્યું હતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,’ ડાયચના સહાયકો ઇયાન વોન, સ્ટીવ સ્ટોન, માર્ક હોવર્ડ અને

બિલી મર્સરે પણ ક્લબ છોડી દીધી છે.”

બોર્નમાઉથ સામે 1-0થી હાર બાદ, ડાયચે રાજીનામું આપ્યું.જેના કારણે

એવર્ટન પ્રીમિયર લીગમાં 16મા ક્રમે રહ્યું, જોકે આ

સ્થળાંતરનો સમય આશ્ચર્યજનક છે. કારણ કે, એવર્ટન તે જ સાંજે એફએકપના ત્રીજા

રાઉન્ડમાં પીટરબરો સામે રમશે.

ભૂતપૂર્વ ખેલાડી લીટન બેન્સ, જે હાલમાં એવર્ટનની અંડર-૧૮ ટીમના કોચ છે, તેમને કામચલાઉ

ધોરણે, ચાર્જ સોંપવામાં આવ્યો છે.ક્લબે જાહેરાત

કરી છે કે તે કાયમી રિપ્લેસમેન્ટની શોધ શરૂ કરી રહી છે.

૫૩ વર્ષીય ડાયચે ફ્રેન્ક લેમ્પાર્ડને બદલીને, લગભગ બે સીઝન બાદ

રાજીનામું આપ્યું.જ્યારે એવર્ટન રેલીગેશન ઝોનમાં રખાયુ ત્યારે તેણે ૨૦૨૨-૨૩

સીઝનમાં તેને સલામત સ્થાન પર પહોચાડ્યું. જયારે ગત સીઝનમાં ૧૫મું સ્થાન મેળવ્યું.

આ સિઝનમાં એવર્ટનનો બચાવ મજબૂત રહ્યો હોવા છતાં, તેમને ગોલ

કરવામાં સંઘર્ષ કરવો પડ્યો છે. 19 લીગ રમતોમાં તેઓ ફક્ત 15 વખત ગોલ કરી

શક્યા છે.

ફ્રાઈડકિન ગ્રુપ ક્લબનું ટેકઓવર પૂર્ણ કરી રહ્યું છે.જે ઉનાળામાં 60,000 બેઠકોવાળા નવા

સ્ટેડિયમમાં જશે ત્યારે, આ સ્થાનાંતરણ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande