નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય મહિલા ટીમની કેપ્ટન
સ્મૃતિ મંધાનાએ ગુરુવારે કહ્યું કે,” ગયા વર્ષે ખરાબ ફોર્મને કારણે ટીમમાંથી બહાર
કરાયેલી ઓપનર શેફાલી વર્મા ચોક્કસપણે યોજનામાં છે.” તેણે કહ્યું કે,”
શેફાલી ટૂંક સમયમાં ટીમમાં વાપસી કરશે.”
મંધાના હાલમાં હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં, ભારતીય ટીમનું
નેતૃત્વ કરી રહી છે.જેને આયર્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ઝડપી
બોલર રેણુકા ઠાકુર સાથે, આરામ આપવામાં આવ્યો છે.
હરમનને આરામ
આપવામાં આવ્યો છે અને તે ખૂબ જ સ્પષ્ટ હતું. સ્મૃતિ મંધાનાએ શ્રેણીની શરૂઆત પહેલા કહ્યું.
શેફાલી છેલ્લી બે-ત્રણ વનડે શ્રેણીમાં, ટીમનો ભાગ રહી નથી. પ્રતિકા (રાવલ) એ
છેલ્લી શ્રેણીમાં, તેની ગેરહાજરીમાં ખરેખર સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ શેફાલીએ
ઘરેલુ ક્રિકેટમાં, ઘણા રન બનાવ્યા છે. તો, તે ચોક્કસપણે અમારી યોજનાઓમાં છે. મને ખરેખર ખુશી છે કે,
તેણીએ પાછા ફરીને રન બનાવ્યા.
મંધાનાએ કહ્યું કે,” ટીમ તેમની પાસે રહેલા સંસાધનોનો ઉપયોગ
કરીને સારું પ્રદર્શન કરવા આતુર છે.” તેણે કહ્યું, “આપણે એક ટીમ તરીકે સકારાત્મક બાબતો પર ધ્યાન
કેન્દ્રિત કરવું પડશે. આપણી પાસે જે નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોઈ જરૂર
નથી. અમારી પાસે સંતુલિત ટીમ છે. જે છોકરીઓ આવી છે તે પણ સારી છે.”
મંધાનાએ કહ્યું કે,” હરમનપ્રીત અને રેણુકા જેવા ખેલાડીઓની
ગેરહાજરીમાં, આયર્લેન્ડ સામેની
શ્રેણી યુવા ખેલાડીઓને પ્રભાવિત કરવા અને વન ડેવર્લ્ડ કપ પહેલા
પસંદગી માટે દાવો કરવા માટે, એક આદર્શ પ્લેટફોર્મ છે. જેને પણ તક મળશે, મને ખાતરી છે કે
તેઓ બંને હાથે તેને ઝડપી લેવાનો પ્રયાસ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ