નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) બહુપ્રતિક્ષિત ફિલ્મ રામાયણ: ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામનું
ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.જેનાથી ચાહકો અને સિનેમા પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છવાઈ
ગયો છે. આ ફિલ્મ હિન્દુ ધાર્મિક ગ્રંથ વાલ્મીકિના રામાયણ પર આધારિત એક દ્રશ્ય
માસ્ટરપીસ છે.
ટ્રેલરમાં અદભુત દ્રશ્યો અને યુદ્ધના દ્રશ્યો બતાવવામાં
આવ્યા છે, જે દર્શકોને અયોધ્યા, જ્યાં રાજકુમાર રામનો જન્મ થયો હતો, મિથિલા, જ્યાં તેમણે સીતા
સાથે લગ્ન કર્યા હતા, પંચવટી જંગલ, જ્યાં રામે સીતા
અને લક્ષ્મણ સાથે પોતાનો વનવાસ વિતાવ્યો હતો, અને લંકા, આ બધા સ્થળો જ્યાં ભગવાન રામ અને રાવણ વચ્ચે થયેલા ઐતિહાસિક
યુદ્ધને દર્શાવવામાં આવ્યું છે. આ બધું જાપાનીઝ એનીમે શૈલીમાં સુંદર રીતે રજૂ
કરવામાં આવ્યું છે.
યુગો સાકો દ્વારા સંકલ્પિત અને કોઈચી સાસાકી અને રામ મોહન
દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક અનોખો
ભારત-જાપાન સંયુક્ત પ્રોજેક્ટ છે. જેમાં 450 થી વધુ કલાકારોએ લગભગ 100,000 હાથથી બનાવેલા સેલનો ઉપયોગ કર્યો છે. પરિણામ
એક દ્રશ્ય માસ્ટરપીસ છે. જે જાપાની કલાના સારને ભારતની સદીઓ જૂની વાર્તા કહેવાની
પરંપરા સાથે મિશ્રિત કરે છે.
આ ફિલ્મ 24 જાન્યુઆરી 2025 ના રોજ, ભારતીય સિનેમાઘરોમાં પહેલીવાર 4કેમાં રિલીઝ થવા જઈ
રહી છે. તેનું વિતરણ ગીક પિક્ચર્સ ઇન્ડિયા, એએ ફિલ્મ્સ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા થિયેટરમાં
કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ