ઓસ્ટ્રેલિયન ઓપન 2025: સિનિયાકોવાને હરાવીને, સ્વિયાટેક બીજા રાઉન્ડમાં પહોંચી 
મેલબોર્ન, નવી દિલ્હી, ૧૩ જાન્યુઆરી (હિ.સ.) ઇગા સ્વિયાટેકે સોમવારે ઓસ્ટ્રેલિયન ઓપનમાં કેટેરીના સિનિયાકોવાને, સીધા સેટમાં હરાવીને મેલબોર્ન પાર્ક ખાતે તેના છઠ્ઠા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ અને પ્રથમ ટાઇટલ માટે પોતાની મોહીમ શરૂ કરી.
ટેનીસ


મેલબોર્ન, નવી દિલ્હી, ૧૩ જાન્યુઆરી

(હિ.સ.) ઇગા સ્વિયાટેકે સોમવારે ઓસ્ટ્રેલિયન ઓપનમાં કેટેરીના સિનિયાકોવાને, સીધા

સેટમાં હરાવીને મેલબોર્ન પાર્ક ખાતે તેના છઠ્ઠા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ અને પ્રથમ

ટાઇટલ માટે પોતાની મોહીમ શરૂ કરી.

ગયા વર્ષે એક મહિનાના ડોપિંગ સસ્પેન્શનનો ભોગ બનનારી અને આર્યના

સબાલેન્કા સામે પોતાનું ટોચનું રેન્કિંગ ગુમાવનાર વિશ્વની બીજા ક્રમાંકની ખેલાડીએ,

જોન કેન એરિના ખાતે, 46મા ક્રમાંકિત ચેક

રિપબ્લિકન ખેલાડીને 6-3,

6-4થી હરાવી.

અલબત્ત, તે પહેલો રાઉન્ડ

સરળ નહોતો. તેથી હું ખુશ છું કે હું આગળ વધી. સ્વિએટેકે પોતાની

જીત પછી કહ્યું.

બીજા ક્રમાંકિત સ્વિયેટેક પહેલા સેટમાં 4-2 અને 40-0થી આગળ હતી પરંતુ

સિનિયાકોવાએ જોરદાર વાપસી કરી. જોકે, સ્વિયાટેક પછી આક્રમક રીતે પાછી ફરી.તેણે ફરીથી

સિનિયાકોવાની સર્વિસ તોડી અને 38 મિનિટમાં સેટ જીતી લીધો.

બીજા સેટની શરૂઆતમાં સિનિયાકોવા સ્વિયાટેક 2-0થી આગળ હતી પરંતુ

નવ વખતની ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ફરીથી સર્વિસ જાળવી રાખવામાં સફળ રહી.

બીજા બ્રેકથી સ્વિયેટેકને ફરી એકવાર લીડ મળી અને આ વખતે, તેણીએ 81 મિનિટમાં મેચનો

અંત આણ્યો.

બીજા રાઉન્ડમાં તેનો સામનો 49મા ક્રમાંકિત સ્લોવાકિયન રેબેકા શ્રામકોવા સામે

થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande