મુંબઈ,નવી દિલ્હી,13 જાન્યુઆરી
(હિ.સ.) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ રવિવારે જણાવ્યું
હતું કે,” ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 સીઝન 21 માર્ચથી શરૂ થશે.” તેમણે બીસીસીઆઈની ખાસ સામાન્ય
સભા બાદ, મુંબઈમાં આ જાહેરાત કરી. જોકે, પ્લેઓફ કે ફાઇનલની તારીખો વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ ઉપરાંત, રાજીવ શુક્લાએ માહિતી આપી કે,” બીસીસીઆઈ એ એક વર્ષના
કાર્યકાળ માટે, આઈપીએલના નવા કમિશનરની પણ જાહેરાત કરી છે.” તેમણે એમ પણ જણાવ્યું
કે,” બોર્ડની આગામી બેઠક ૧૮-૧૯ જાન્યુઆરીના રોજ યોજાશે અને તેમાં આગામી ચેમ્પિયન્સ
ટ્રોફી માટે ટીમને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.”
બીસીસીઆઈના નવનિયુક્ત સચિવ દેવજીત સૈકિયાએ, 21 માર્ચથી શરૂ થઈ
રહેલા આઈપીએલ સીઝનના ભરચક સમયપત્રક પર પ્રકાશ પાડતા કહ્યું કે,”સતત બે ઇવેન્ટ્સ
માટે, મહત્વપૂર્ણ ધ્યાન અને સમન્વયની જરૂર પડશે. બોર્ડ આ અંગે સતત યોજનાઓ બનાવી
રહ્યું છે.”
આ બેઠકમાં, દેવજીત સૈકિયા અને પ્રભતેજ સિંહ ભાટિયાને અનુક્રમે,
બીસીસીઆઈ ના નવા સચિવ અને ખજાનચી તરીકે ચૂંટવામાં આવ્યા. ખાલી પડેલી જગ્યાઓ માટે,
જય શાહ અને આશિષ શેલાર દ્વારા રિક્ત પદો માટે ઉમેદવારી નોંધાવતા બંને બિનહરીફ
ચૂંટાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ