ગૌહાટી, નવી દિલ્હી, 09 જાન્યુઆરી (હિ.સ.). પ્રખ્યાત અભિનેત્રી જ્ઞાનદા કાકતી નું બુધવારે રાત્રે 90 વર્ષની વયે શિલોંગની બેથની હોસ્પિટલમાં અવસાન થયું.
જ્ઞાનદા કાકતીએ 'પારઘાટ' ફિલ્મ દ્વારા આસામી સિનેમામાં પ્રવેશ કર્યો. તેમણે 'પિયલી ફુકન', 'સરાપાત', 'લખીમી' અને 'રંગા પોલીસ' જેવી લોકપ્રિય ફિલ્મોમાં પોતાના અભિનયથી ખાસ છાપ છોડી હતી.
૧૯૩૨માં શિલોંગમાં જન્મેલા જ્ઞાનદા કાકતી ને ૨૦૦૨માં આસામ સરકાર દ્વારા 'વિષ્ણુરાભા સન્માન' એનાયત કરવામાં આવ્યું હતું. તેમના નિધનથી આસામી કલા અને ફિલ્મ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ