તિરુપતિમાં ભાગદોડની ઘટના: વડાપ્રધાન સહિત તમામ નેતાઓએ દુખ વ્યક્ત કર્યું  
જાણો, શું છે વૈકુંઠ દ્વાર દર્શન, જેના માટે ભીડ એકઠી થઈ હતી...
દ્વાર


તિરુપતિ, નવી દિલ્હી, 9 જાન્યુઆરી (હિ.સ.) આંધ્રપ્રદેશના પ્રખ્યાત

તિરુપતિ મંદિરમાં ગઈકાલે સાંજે થયેલી ભાગદોડમાં, છ લોકોના મોત થયા હતા.જ્યારે 40 ઘાયલ ભક્તોની

તિરુપતિની શ્રી વેંકટેશ્વર રામનારાયણ રુઈયા સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી

છે. આ ઘટના તિરુમાલા શ્રીવારી વૈકુંઠ દ્વાર ટિકિટ કાઉન્ટર પાસે, વિષ્ણુ નિવાસમ

પાસે 'દર્શન' ટોકન વિતરણ

દરમિયાન બની હતી. બુધવારે સાંજે, 10 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી, વૈકુંઠ એકાદશી નિમિત્તે ખુલતા

તિરુમાલા વૈકુંઠ દ્વારના દર્શન માટે, ટોકન મેળવવા માટે બધા લાઇનમાં

ઉભા હતા અને અચાનક ત્યાં નાસભાગ મચી ગઈ.

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પ્રધાનમંત્રી

કાર્યાલયની પોસ્ટમાં લખ્યું છે કે, 'આંધ્રપ્રદેશના તિરુપતિમાં થયેલી ભાગદોડથી હું દુઃખી છું.

જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપી

સ્વસ્થ થવા માટે, પ્રાર્થના કરું છું. આંધ્રપ્રદેશ સરકાર અસરગ્રસ્ત લોકોને શક્ય

તમામ સહાય પૂરી પાડી રહી છે.”

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, જેઓ આ અકસ્માત પર

નજર રાખી રહ્યા છે.તેમણે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેઓ આજે સવારે લગભગ

૧૧:30 વાગ્યે પીડિત પરિવારના સભ્યોને મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર દુઃખ વ્યક્ત

કર્યું અને ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે, સંવેદના વ્યક્ત કરી.

ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા, તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું: 'તિરુપતિ મંદિરમાં

થયેલી દુર્ભાગ્યપૂર્ણ ભાગદોડથી દુઃખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી

હૃદયપૂર્વકની સંવેદના.”

તિરુપતિ વૈકુંઠ દ્વારની મુલાકાત લેવાનું શું મહત્વ છે?-

વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ મંદિરના ગર્ભગૃહની બાજુમાં, વૈકુંઠ

દ્વાર છે.જે વર્ષમાં ફક્ત એક જ વાર વૈકુંઠ એકાદશીના શુભ પ્રસંગે,

ખોલવામાં આવે છે. આ શુભ દિવસે, ભક્તો વૈકુંઠ દ્વારમાં પ્રવેશ કરે છે અને ભગવાનના વિશેષ

આશીર્વાદ મેળવે છે. આ સાથે,

લોકો ભગવાન

વેંકટેશ્વરની પરિક્રમા કરે છે. એવું માનવામાં આવે છે કે, વૈકુંઠ દ્વારના દર્શન

ફક્ત સારા નસીબથી જ થાય છે.

એવું માનવામાં આવે છે કે, આ દુર્લભ પ્રસંગ ભક્તોને

જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ પ્રદાન કરે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો

આ દસ દિવસોમાં ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ મેળવવા માટે મોક્ષ પ્રાપ્તિની આશા સાથે

આવે છે.

આ વખતે વૈકુંઠ એકાદશીનો તહેવાર 10 જાન્યુઆરીએ છે અને આ દિવસે, દર્શન માટે દરવાજા ખોલવામાં

આવશે. વૈકુંઠના દ્વાર ૧૯ જાન્યુઆરી સુધી ખુલ્લા રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande