જેસલમેર બસમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 25 પર પહોંચી ગયો, જેમાં વધુ એક મહિલાનું મોત થયું
જોધપુર, નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.). જેસલમેર બસમાં લાગેલી આગમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. રવિવાર મોડી રાત્રે, વધુ એક મહિલા જીવન માટે જંગ હારી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે, જ્યારે બે દર્દીઓની હાલત ગંભીર છે અને તેઓ
બસ અગ્નિકાંડ


જોધપુર, નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ.સ.). જેસલમેર બસમાં લાગેલી આગમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. રવિવાર મોડી રાત્રે, વધુ એક મહિલા જીવન માટે જંગ હારી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે, જ્યારે બે દર્દીઓની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર પર છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 14 ઓક્ટોબરના રોજ થયેલા ભયાનક અકસ્માતમાં ઇમામત (30) 85 ટકા દાઝી ગઈ હતી. તેણીને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણીનું ગઈકાલે રાત્રે મૃત્યુ થયું હતું.

આ અકસ્માતમાં ઇમામતના બે પુત્રો, ઇરફાન અને યુનુસ અને પુત્રી હસીનાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેના પતિ, પીર મોહમ્મદ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા અને હાલમાં અમદાવાદમાં સારવાર હેઠળ છે. એવું જાણવા મળ્યું છે કે, બસમાં આગ લાગ્યા પછી, પીર મોહમ્મદે મુસાફરોને બચાવવા માટે કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો.

મહાત્મા ગાંધી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ફતેહ સિંહે જણાવ્યું હતું કે, હાલમાં બે દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે છ ઘાયલોની સારવાર એક ખાસ ટીમની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / રોહિત / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande