
જામનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) : કેન્દ્ર સરકારે વકીલોને દિવાળી અને નૂતન વર્ષની ભેટ આપી છે. કેન્દ્ર સરકારે નોટરી રૂલ્સમાં સુધારો કર્યો છે. નોટરી નિમણુકની જે મર્યાદા હતી તે વધારી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારે જે વકીલોએ નોટરી માટે અરજી કરી ઈન્ટરવ્યુ આપેલ હોય તેવા તમામ વકીલોને નોટરી તરીકે પસંદ કર્યા બાદ ગુજરાત સરકારના નોટરી સેલ દ્વારા ગુજરાત સરકારનાં નોટરી માટે ગુજરાતભરના વકીલોએ ઈન્ટરવ્યુ આપેલ તેવા વકીલોમાં માત્ર 1518ની પસંદગી કરેલ. તે સમયે વકીલોમાં થયેલ નારાજગી દુર કરવા માટે ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશન દ્વારા કેન્દ્ર સરકારને નોટરીઓની નિમણુંક બાબતે યોગ્ય કરી ઠોસ પગલાંઓ લેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ સહિતનાને રજુઆત કરાઈ હતી.
ત્યારે હવે ધી નોટરીઝ રૂલ્સમાં સુધારા ધી નોટરીઝ સુધારા રૂલ્સ-2025 થી તા.17-10-2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા ધી નોટરી એક્ટ તથા ધી નોટરી રૂલ્સમાં સુધારો કરી ગુજરાતમાં 6000, તામિલનાડુમાં 3,500, રાજસ્થાનમાં 3,000/-, નાગાલેન્ડમા 400 નોટરીઓની નિમણુંકની જોગવાઈ કરી તે સંબંધે સુધારો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
જે સંબંધમાં કેન્દ્ર સરકાર દ્વારા તા.17-10-2025ના રોજ ધી ડિપાર્ટમેન્ટ ઓફ લિગલ અફેઈસે, કાયદા વિભાગ દ્વારા ધી નોટરીઝ સુધારા રૂલ્સ-2025થી જી.એસ.આર. 763(ઈ), તા.17-10-2025ના રોજ ધી નોટરીઝ એકટ-1956ની કલમ-15થી મળેલ સત્તાની રૂએ નોટિફીકેશન બહાર પાડી ધી નોટરીઝ રૂલ્સમાં સુધારો કરવાનો નિર્ણય કરેલ છે.
આ સુધારાથી ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા વધુમાં વધુ વકિલોને નોટરી તરીકે નિમણૂંક આપી શકાશે અને તેથી વધુ વકિલોને જીવન ગુજરાન ચલાવવામાં ખૂબ ઉપયોગી થશે એમ જણાવી ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ઉપ પ્રમુખ અંબાણી ભરતભાઈ અને હરેશ પરસોડા, સેક્રેટરી નયનાબેન ચૌહાણ અને અશ્વિન ગોસાઈ, જોઈન્ટ સેક્રેટરી જતિન ઠક્કર અને નિવિદ પારેખ, ટ્રેઝરર અજય ચાંપાનેરી અને દિવ્યેશ છગ, લાઈબ્રેરી સેક્રેટરી વિરેન રાણીગા અને કિશન રાજાણી, મહિલા રિપ્રેઝેન્ટીવ લક્ષ્મીબેન જાદવ અને બિનલબેન મહેતા, કારોબારી સભ્યો હષેદ બારૈયા, અંજનાબેન ચૌહાણ, વિમલ ડાંગર, હિરલ જોષી, શૈલેશ સુચક, ધર્મશ સિદ્ધપુરા, નૃપેન ભાવસાર, વિજય જોષી, અજયસિંહ ચુડાસમા, વિજય જોષી, કિર્તિસિંહ ઝાલા તથા કો- ઓપ્ટ સભ્યો રાજેશ ચાવડા, કલ્પેશ નશીત, ચેતન વિઠ્ઠલાપરા, શ્રેયશ શુક્લા, સાગર મેતા, ધર્મેન્દ્ર જરિયા, ઈસ્માઈલ પરાસરા વિગેરેએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt