એસઆઈઆરપર મુખ્ય ચૂંટણી અધિકારીઓનું, બે દિવસીય સંમેલન આજથી શરૂ થઈ રહ્યું છે
નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.) ચૂંટણી પંચ 22 અને 23 ઓક્ટોબરના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓનું. બે દિવસીય સંમેલન બોલાવી રહ્યું છે. આ સંમેલનમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા સંબંધિત મુદ
ચુંટણી


નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.) ચૂંટણી પંચ 22 અને 23 ઓક્ટોબરના રોજ

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓનું. બે દિવસીય

સંમેલન બોલાવી રહ્યું છે. આ સંમેલનમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા સંબંધિત

મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

પંચના જણાવ્યા અનુસાર, “આ સંમેલન નવી દિલ્હીના દ્વારકામાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ મેનેજમેન્ટ (આઇઆઇઆઈડીએમ) ખાતે, યોજાશે.”

અધિકારીઓના જણાવ્યા અનુસાર, “આ સંમેલન દરમિયાન આગામી મતદાર યાદી સુધારણા

પ્રક્રિયાને વધુ અસરકારક અને પારદર્શક બનાવવાના પગલાં પર ચર્ચા કરવામાં આવશે.”

અધિકારીઓને તેમના સંબંધિત રાજ્યોના અનુભવો અને પડકારો શેર કરવા માટે પણ કહેવામાં

આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં SIR સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, ચૂંટણી પંચે

જણાવ્યું છે કે,” તે તેને દેશભરમાં લાગુ કરશે અને જણાવ્યું છે કે, પ્રક્રિયા શરૂ

થઈ ગઈ છે.”

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande