હારીજ-વાઘેલ રોડ પરના ગોડાઉનમાંથી 55 મણ એરંડાની ચોરી
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : પાટણના વેપારી સુરેશકુમાર હરીલાલ ઠક્કરના હારીજ-વાઘેલ રોડ પર આવેલા ગોડાઉન નંબર 14માંથી આશરે 55 મણ એરંડાની ચોરી થઈ છે, જેની કિંમત અંદાજે ₹71,500 થાય છે. આ મામલે હારીજ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદી
હારીજ-વાઘેલ રોડ પરના ગોડાઉનમાંથી 55 મણ એરંડાની ચોરી


પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : પાટણના વેપારી સુરેશકુમાર હરીલાલ ઠક્કરના હારીજ-વાઘેલ રોડ પર આવેલા ગોડાઉન નંબર 14માંથી આશરે 55 મણ એરંડાની ચોરી થઈ છે, જેની કિંમત અંદાજે ₹71,500 થાય છે. આ મામલે હારીજ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

ફરિયાદી સુરેશકુમાર (ઉંમર 55, ધંધો: વેપાર, રહે. પાટણ, શ્રીદેવ એક્ઝોટીકા)ના મિત્ર મેઘરાજભાઈ કરમણભાઈ પટેલ (રહે. કોલીવાડા, તા. રાધનપુર)એ ચાર મહિના પહેલા પોતાના 55 બોરી (આશરે 200 મણ) એરંડા સુરેશકુમારના ગોડાઉનમાં રાખ્યા હતા. તે ગોડાઉન પાલુદાદા મીલની બાજુમાં, હારીજ-વાઘેલ રોડ પર આવેલું છે.

ઘટના 27 ઑક્ટોબર, 2025ના રોજ સવારે 7 વાગ્યે બની હતી, જ્યારે એક મજૂરે સુરેશકુમારને ફોન કરી ગોડાઉનનું શટર ખુલ્લું હોવાનું જણાવ્યું હતું. સુરેશકુમાર ત્યાં પહોંચ્યા ત્યારે તપાસમાં 55 બોરીમાંથી 15 બોરી ઓછી હોવાનું જણાયું. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ એરંડાની ચોરી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande