
નવી દિલ્હી, 31 ઓક્ટોબર (હિ.સ.) : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સંસદ ભવનમાં તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી.
આ પ્રસંગે મલ્લિકાર્જુન ખડગે સાથે કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ અને સાંસદો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સ્વતંત્રતા સંગ્રામ અને દેશના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકાને શ્રદ્ધાંજલિ આપી અને તેમના આદર્શોને અનુસરવાનો સંકલ્પ લીધો.
ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ દર વર્ષે 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે, તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ