લાઠી તાલુકાના નાની ઉંમરની દીકરી હજારો રૂપિયાની આવક મેળવી રહી છે .
અમરેલી, 6 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામમાં રહેતા દીકરી પોતાના અભ્યાસ અને ઘરકામ કર્યા બાદ વધારાના સમયની અંદર આત્મનિર્ભર બનવા માટે ગાયના છાણ ગૌમૂત્રનો ઉપયોગ કરી અને અલગ અલગ દીવડા તેમજ ગાયના છાણમાંથી બનતી અલગ અલગ પ્રોડક્ટ બ
લાઠી તાલુકાના નાની ઉંમરની દીકરી હજારો રૂપિયાની આવક મેળવી રહી છે .


અમરેલી, 6 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામમાં રહેતા દીકરી પોતાના અભ્યાસ અને ઘરકામ કર્યા બાદ વધારાના સમયની અંદર આત્મનિર્ભર બનવા માટે ગાયના છાણ ગૌમૂત્રનો ઉપયોગ કરી અને અલગ અલગ દીવડા તેમજ ગાયના છાણમાંથી બનતી અલગ અલગ પ્રોડક્ટ બનાવી વેચાણ કરી હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે

ચોવટીયા હિમાલી ભરતભાઈએ જણાવ્યું કે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામમાં રહે છે પોતે અભ્યાસની સાથે ઘરકામ કર્યા બાદ વધારાના સમયમાં પોતે એક આવકનો સ્ત્રોત પણ મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માટે ગૌમૂત્ર અને છાણ નો ઉપયોગ કરવામાં આવે છે જેમાં પોતે પણ ગાયના છાણ નો ઉપયોગ કરી અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે.

હિમાલીબેને જણાવ્યું કે ગાયના છાણમાંથી ધુપતી દીવડા અડાયા તેમજ ઠીક કિચન ઘરમાં સુશોભિત વસ્તુઓ ધોરણ તેમજ અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે અને જેનું વેચાણ ઓનલાઇન અને ઓફલાઈનના માધ્યમથી કરવામાં આવે છે. એક મહિને 15,000 થી ₹17,000 ની આવક થાય છે દરેક વ્યક્તિ ઓનલાઈનના મારફત અને પોતાના નિવાસ્થાને આપી અને વસ્તુની ખરીદી કરે છે પોતાને ગાય બચાવવાનો એક શોખ છે અને ગાય રાખી અને પોતાના પિતા સાથે ખેતી પણ કરે છે અને ગાયના છાણમાંથી અલગ અલગ વસ્તુ બનાવી વેચાણ કરી આવક મેળવી રહ્યા છે.

હિમાલી બેને વધુમાં જણાવ્યું કે દરેક મહિલાઓ પોતાના કામકાજ પૂર્ણ કર્યા બાદ વધારાના સમયમાં આત્મનિર્ભર બનવા માટે કરીને કંઈ કરવું જરૂરી છે દરેક સ્ત્રી જો આત્મ નિર્ભર બને તો પુરુષને ખબર મિલાવી અને પોતાનું ઘર પરિવારને એક નવી દિશા આપી શકે છે પોતે અભ્યાસની સાથે ઘરકામ પણ કરે છે અને સાથે વધારાના સમયમાં આ પ્રોડક્ટ બનાવવામાં આવે છે અને તેનું વેચાણ પણ પોતે જ કરે છે

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande