સરદારનગર વોર્ડમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી, સ્થાનિકોનુ ભાજપના ધારાસભ્યની ઓફિસ બહાર હલ્લાબોલ
- છેલ્લા છ મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા થતાં સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા અમદાવાદ,6 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ પૂર્વ વિસ્તારના નરોડા વિધાનસભામાં સરદાર નગર વોર્ડમાં છેલ્લા છ મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા થતાં અનોબલ નગર અને અન્ય વિસ્તારોમા
સરદારનગર વોર્ડમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી, સ્થાનિકોનુ ભાજપના ધારાસભ્યની ઓફિસ બહાર હલ્લાબોલ


- છેલ્લા છ મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા થતાં સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા

અમદાવાદ,6 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ પૂર્વ વિસ્તારના નરોડા વિધાનસભામાં સરદાર નગર વોર્ડમાં છેલ્લા છ મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા થતાં અનોબલ નગર અને અન્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો સમયસર ન થતા હોવાને પગલે પ્રજામાં ભારે રોષ છે ત્યારે આજે નોબલનગર વિસ્તારમાં આવેલા અનસુયા નગર, બીડી કામદારનગર, વાલ્મિકી સોસાયટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા નરોડાના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીની ઓફિસે વિરોધ કર્યો હતો.

છેલ્લા છ મહિનાથી અનેક વખત રજૂઆતો છતાં પણ કોર્પોરેટરો અને ઉત્તર ઝોનના અધિકારીઓ દ્વારા ધ્યાન ના આપવામાં આવતા સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા. ભાજપના ધારાસભ્યની ઓફિસે લોકોએ પહોંચી અને ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

શનિવારે ડ્રેનેજની ફરિયાદ આવી હતી જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓએ રવિવારની રજા હોવાથી આજે સોમવારે સવારથી કામગીરી શરૂ કરી છે પરંતુ ત્યાં કોંગ્રેસના કેટલાક લોકો છે અને સ્થાનિક લોકોને ભેગા કરી અને તેમના પોતાના માણસોને બોલાવી અને ઓફિસની બહાર વિરોધ કર્યો હતો અમે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ સાંભળવા તૈયાર નહોતા.

શહેરના નોબલનગર વિસ્તારમાં આવેલા બીડી કામદાર નગર અને વાલ્મિકી સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી ડ્રેનેજના પાણી ઉભરાય છે. આખી સોસાયટીમાં ગટરના પાણી હોવાના કારણે થઈને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરમાં પાણી ડ્રેનેજના ઘૂસી ગયા છે રહેવાય એવી સ્થિતિ નથી અવારનવાર ઉત્તર ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓને આ બાબતે જાણ કરી હોવા છતાં પણ તેઓ દ્વારા કામગીરી ન કરવામાં આવતા આજે સ્થાનિક લોકો માયા સિનેમા રોડ ઉપર ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીની ઓફિસે પહોંચ્યા હતા જ્યાં સુધી અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી એમ કહી અને વિરોધ કર્યો હતો.

ભાજપના ધારાસભ્યને બહાર બોલાવી અને તેમને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. નરોડા સાંઈબાબા મંદિર પાસે આવેલી વાલ્મિકી સોસાયટી અને બીડી કામદાર નગરના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી અમે પ્રાથમિક સુવિધા ની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ દર વખતે અમે રજૂઆત કરવા જઈએ છીએ પરંતુ અમારું કોઈ સાંભળતું નથી. અધિકારીઓ ધક્કા ખવડાવે છે. અમારા છોકરાઓ બીમાર થઈ જાય છે. ગટરો ઉભરાય છે અને જીવાતો પણ થાય છે તેના કારણે લોકો વધારે બીમાર થાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ઘરોમાં પાણી જતા રહે છે. જેથી રહેવું ખાવું પીવું કેવી રીતે અમારે ખબર નથી પડતી.

અમે છેલ્લા કેટલાય સમયથી નવી લાઈન નાખવાની માંગ કરી રહ્યા છે છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે થઈને અમારા ઘરમાં પાણી ઘૂસી જાય છે અમે કેવી રીતે રહીએ તે અમને સમજાતું નથી અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું જેના કારણે આજે ધારાસભ્ય ની ઓફિસે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માટે જણાવ્યું છે.

ભાજપના ધારાસભ્યની ઓફિસે લોકોના ટોળેટોળા ભેગા થઈ જતા તાત્કાલિક ધોરણે ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામા નોબલ નગર ખાતે પહોંચ્યા હતા. ધારાસભ્યની ઓફિસમાં માત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ઇજનેર વિભાગના અધિકારીઓને બોલાવી અને ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ વિશાલ ખનામા જાતે વાલ્મિકી સોસાયટી અને બીડી કામદાર નગરજા ગટરના પાણી ભરાયેલા હતા એવી જગ્યા ઉપર ગયા હતા જેથી તેમને પરિસ્થિતિનો સાચો ખ્યાલ આવે. ખુદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જ્યારે ત્યાંથી પસાર થયા ત્યારે તેમને ખબર પડી કે આ જગ્યા ઉપર કેટલા ગટરના પાણી ભરાયેલા છે.

સ્થાનિક લોકોના ટોળાએ ભાજપના ધારાસભ્યોને ઘેરીને વિરોધ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે મશીનરી બોલાવી લીધી હતી અને ડ્રેનેજની સફાઈ કરવાની શરૂઆત કરાવી હતી. એક તરફ સવારના સમયે કામગીરી ચાલુ કરી દેવાની હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ 11:30 વાગ્યે મશીનરી બોલાવવામાં આવી હોવાનું પણ સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે આમ સ્થાનિક લોકોની ઉગ્ર રજૂઆત બાદ જ કામગીરી કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande