કુલ 10 જુગારિયાઓને ઉપર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી
ત્રણ ફોર વ્હીલ એક ટુ વ્હીલ મળી 30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
પાંચ સોદા કરનારાને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરેલ પાંચને જીઆઈડીસી પોલીસ સ્ટેશન સોંપ્યા
ભરૂચ 09 ઓક્ટોબર (હિ.સ.)
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે લાઈકા લેબ રોડ ઉપર મીલન વોટર ટેંક સામે આવેલ સોના આઈસ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીની ઓફિસમાં ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમતા પાંચ જેટલા લોકો 30 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. આ લોકો આશરે નવ કરોડ ઉપરનું ડબ્બા ટ્રેડિંગનો સોદા કરેલા હતા .આ બનાવની જાણ ભરૂચ જિલ્લા એલસીબીને થતા રેડ પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.દસ આરોપી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સહિતા 2023 ની 316 ( 2 ) ,318 ( 2 ),61 ( 2 )તથા ધી સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ 1956 ની કલમ 23 ( ઈ ), ( એફ ) ,( આઈ ) તથા જુગાર ધારા કલમ 4 ,5 મુજબ કાયદેસરની ફરિયાદ કરવામાં આવી હતી.
બનાવની હકીકત મુજબ અલ્તાફ ઘોઘારી , આદમ ઘોઘારી અને સાજીદ ઘોઘારી રહે ચીકુવાડી અંક્લેશ્વર , રમેશ જસાણી રહે સુંદરવન એપાર્ટમેન્ટ, અંક્લેશ્વર જી.આઇ.ડી.સી., ચંદ્રસિંહ આનંદસિંહ રાવત રહે. મ.નં. 5 જલદર્શન સોસાયટી નવી કોલોની આ 5 સહિત અન્ય બીજા 5 ભેગા મળી જુગાર રમી તથા અલ્તાફ હુસેન ઘોઘારીએ કરોડોપતિ થવા સરકારને નુકસાન પહોંચાડી શેરના ગેરકાયદેસર સોદા ઓનલાઇન મોબાઇલ એપલીકેશન મની કંટ્રોલમા જોઈ સેબીની જાણ બહાર ગેરકાયદેસર રીતે 9.09 કરોડના શેરની રકમનુ ટ્રાંજેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસ ઘાત તેમજ છેતરપીંડી કરી દેશના અર્થતંત્રને નુકશાન કરી શેરબજારના શેરની લે વેચના સોદા કરી શેર બજારના ડબ્બા ટ્રેડીંગનો જુગાર રમી રમાડી તથા પત્તા પાનાના જુગારના રોકડા 1.68 લાખ
અને દાવ ઉપરથી મળી આવેલ અલગ અલગ ટોકન, મોબાઇલ 10 જેની કિંમત 3.20 લાખ તેમજ આ ડબ્બા ટ્રેડિંગ કરતા ઇસમોની ત્રણ ફોર વ્હીલ અને એક ટુ વ્હીલર 25.50 લાખ તેમજ અલ્તાફના મોબાઇલમાંથી મળી આવેલ પીડીએફ ફાઇલો સ્ક્રીન શોટની પ્રિન્ટ, સાજીદના મોબાઇલમાંથી લીધેલ સ્ક્રીન શોર્ટની પ્રિન્ટ મળી કુલ 30.38 લાખના મુદ્દામાલ સાથે ઉપરોક્ત પાંચ જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે વોન્ટેડ અલ્પેશ, જીએમ જામનગર , અલ્ફેઝ ઉર્ફે રાજા, જી ધામ અને ગૌરાંગભાઇએ સોદા લખાવી ગુન્હો કર્યો હતો.જેથી આ દસે દસ ઈસમો ઉપર કાયદેસર ગુન્હો નોધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ