નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.)
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે,”
સરકાર 2027 સુધીમાં દેશના
તમામ ઘન કચરાનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં કરવાની યોજના ધરાવે છે. આ વેસ્ટ ટુ
વેલ્થ પહેલ હેઠળ, અત્યાર સુધીમાં, 8૦ લાખ ટન કચરો ચિહ્નિત
કરવામાં આવ્યો છે અને તેનો ઉપયોગ, રસ્તાના પ્રોજેક્ટ્સમાં કરવામાં આવ્યો છે. આ
પહેલનો ઉદ્દેશ પર્યાવરણનું રક્ષણ અને ટકાઉ માળખાગત બાંધકામ નિર્માણ કરવાનો છે.”
ગુરુવારે અહીં પીએચડીચેમ્બર ઓફ કોમર્સ
એન્ડ ઇન્ડસ્ટ્રી (પીએચડીસીસીઆઈ) ના 120મા વાર્ષિક
સત્રને સંબોધતા, ગડકરીએ જણાવ્યું
હતું કે,” સરકાર 2027 ના અંત સુધીમાં
દેશમાં ઉપલબ્ધ તમામ ઘન કચરાનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં કરવાની યોજના ધરાવે છે.”
તેમણે કહ્યું, અમે પહેલાથી જ 80
લાખ ટન કચરાને અલગ કરી અને તેનો ઉપયોગ રસ્તા બનાવવા માટે કરી રહ્યા છીએ. કચરાના
ઢગલા હવે સંસાધનો બની રહ્યા છે.
વૈકલ્પિક ઇંધણ પર બોલતા, ગડકરીએ કહ્યું કે,” બાયોફ્યુઅલ, ઇથેનોલ, હાઇડ્રોજન, મિથેનોલ, બાયોડીઝલ, એલએનજીઅને ઇલેક્ટ્રિક
વાહનોમાં નવીનતાઓને કારણે ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ, ઝડપથી વિકસી રહ્યો છે. ભારતનો
ઓટોમોબાઈલ ઉદ્યોગ, જે 2014 માં ₹14 લાખ કરોડનો હતો, તે હવે ₹22 લાખ કરોડનો થઈ
ગયો છે. ભારત હવે, આ ક્ષેત્રમાં અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમે છે.”
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારત આગામી પાંચ વર્ષમાં આ
ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બની શકે છે.”
ગડકરીએ કહ્યું કે,” હીરો, હોન્ડા, બજાજ અને ટીવીએસ જેવા ટુ-વ્હીલર ઉત્પાદકો તેમની ઉત્પાદન
ક્ષમતાના, 50 ટકા નિકાસ કરી
રહ્યા છે. તેમણે કૃષિ અને બાંધકામ સાધનોના ઉત્પાદકોને, નવીનતા અને પર્યાવરણને
અનુકૂળ ટેકનોલોજી અપનાવવા પણ ભાર મુક્યો.” તેમણે કહ્યું કે,”દેશનું વાર્ષિક
પેટ્રોલિયમ, ડીઝલ અને ગેસ
આયાત બિલ ₹22 લાખ કરોડ છે, જે વૈકલ્પિક ઇંધણ
દ્વારા ઘટાડી શકાય છે. જો આ આયાતમાંથી ₹15 લાખ કરોડ બચાવી શકાય, તો આ નાણાંનો ઉપયોગ દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે થઈ
શકે છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ