ગીર સોમનાથ, 9 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે જિલ્લાના એકદિવસીય પ્રવાસે પધારી રહ્યાં છે, ત્યારે હેલિપેડથી માંડીને સોમનાથ મંદિર સુધીના પથમાં ઉભી કરવામાં આવેલી સુવિધાઓ અને સુરક્ષાની છેલ્લી ઘડી સુધીની તૈયારીઓની આજે સાંજે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે સમીક્ષા કરી હતી.
કલેક્ટરઅને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ રાષ્ટ્રપતિના આગમનથી લઈને પ્રસ્થાન સુધી ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી.
કલેક્ટરએ રાષ્ટ્રપતિ જ્યારે જિલ્લાના પ્રવાસે છે, ત્યારે તેમના પ્રવાસમાં કોઈ કચાશ ન રહી જાય અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ સાથે જિલ્લાની યાદો પોતાની સાથે સમેટીને લઈ જાય એ પ્રકારનું કાર્યપ્રયોજન કરવા માટે જિલ્લાના અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ