
જુનાગઢ, 1 નવેમ્બર (હિ.સ.) : ભેસાણ સમસ્ત ગામ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા ભેસાણના આંગણે ભવ્ય તુલસી વિવાહ તેમજ પ્રખ્યાત રામામંડળનું આયોજન શનિ રવિવારના રોજ નિર્ધારેલછે. જેમાં કૃપાલી ભેસાણ ગામના આંગણે દેવશ્રી ધર્મ ધ્વજની સુપુત્રી તુલસીજી વૃંદાના શુભ લગ્ન ઠાકોરજી શ્રદિવ ડાંપી તથા વાસુદેવજી યાદવના સુપુત્ર સાથે આ લોકો દેવ વિવાહ પ્રસંગે ભાવિક ભક્તોને પધારવા ભેસાણ ગામ દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે. જેમાં મધુર સાંજના ગીત દાંડિયારાસ મંડપ રોપણ જાન આગમન તુલસી માતાજીના તેમજ ઠાકોરણાના વિવાના માંગલિક પ્રસંગો પણ શનિવારે નવદુર્ગા ગરબી મંડળ ખાતે સાજે ગીતનો કાર્યક્રમ રાખેલ છે. શનિવારે દાંડિયારાસ, મંડપ રોપણ જાન પ્રસ્થાન રવિવારે બપોરે 2 કલાકે વિનય મંદિર સ્કુલ ખાતે જશે અને રાત્રિના રામામંડળનું પણ જય ખોડીયાર ગરબી મંડળ રામગઢ પ્લોટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે જેમના તુલસીના યજમાન મહેશભાઈ જસમતભાઈ ભેસાણીયા મેહુલભાઈ જસમતભાઈ ભેસાણીયા તેમજ આચાર્ય દિનેશભાઈ રામસાગરભાઈ વ્યાસ અને ઠાકોરજીના યજમાન જગદીશભાઈ નાનજીભાઈ કાછડીયા દક્ષાબેન જગદીશભાઈ કાછડીયા શુભ લગ્ન સ્થળ વિનય મંદિર હાઈસ્કૂલ ચણાકા રોડ ભોજન પ્રસાદ રવિવાર સાંજે 5 કલાકે ગંગેશ્વર મહાદેવ મંદિર ચણાકા રોડ ખાતે રાખેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ