
જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) જામનગરમાં ગત અઠવાડીયે નોંધાયેલા દુષ્કર્મની ફરિયાદ બાદ ભુગર્ભમાં ઉતરી ગયેલા ઉદ્યોગપતિએ અત્રેની સેસન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કર્યા બાદ અદાલતે આજે તા. 10ના રોજ જામીન અરજીની સુનાવણી યોજી છે.
ગત દિવસોમાં લોન અપાવવાનું કામ કરતી એક મહિલાએ ઉદ્યોગપતિ વિશાલ મોદી સામે લોન માટે પોતાની પ્રોપર્ટી જોવા જવાનું જણાવીને પોતાની કારમાં જામનગર ખંભાળીયા રોડ ઉપર આવેલા એક બંગલામાં કોઈ બેહોશ કરનારું પ્રવાહી કોલ્ડડ્રીંકમાં ભેળવી આપ્યા પછી પોતાની બેહોશ જેવી સ્થિતિ થતાં મહિલાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરીને પોતે વીડીયો શુટીંગ કરેલું હોય તેમ જણાવીને પોતાના સાથે અવાર-નવાર પોતાની ઓફીસમાં દુષ્કર્મ કરવા અંગે તેમજ પોતાની ઓફીસમાં બોલાવીને અભદ્ર વર્તન કરીને લાફા મારીને ગળુ દબાવીને હું તારું ખુન કરી નાંખીશ તેવી ધમકી આપી હોવાના આક્ષેપો સર્જતી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જે બાદ ભુગર્ભમાં ઉતરી ગયેલા ઉદ્યોગપતિએ સ્થાનિક સેસન્સ કોર્ટમાં એડવોકેટ મારફત આગોતરા જામીન અરજી કરી છે.
જેમાં થયેલી રજુઆતો અનુસાર ફરિયાદી મહિલા દ્વારા થયેલા 723 ઈ-મેઈલની પ્રિન્ટઆઉટો અદાલતમાં મુકાઈ છે. જેમાં ક્યાંય કમિશન, વીડીયો કે ધમકીની વાત નથી. આરોપીની ઓફીસે મળેલી મીટીંગમાં આરોપીની પત્નીની ઉપસ્થિતિની વિગતો સહિતના થોકબંધ પુરાવા રજુ કરીને આક્ષેપો ખોટા હોવાની રજુઆત સાથે કોર્ટમાં દાદ માંગવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt