
જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારના મેદસ્વિતા મુક્ત અભિયાન ને સફળતાપૂર્વક આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” વિષય અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
જે અન્વયે મેદસ્વિતા ઘટાડવા માટે સમગ્ર ગુજરાતમાં એકસાથે ૧૦૦ સ્થળોએ ૧૦ નવેમ્બર ૨૦૨૫ થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી, દરરોજ સવારના ૦૬:૩૦ થી ૦૮:૦૦ કલાક દરમિયાન ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય 'રિઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વિતા કેમ્પ' નું આયોજન કરવામાં આવેલછે.
જામનગર ખાતે આ ૩૦ દિવસીય યોગ શિબિરનો આજે ૧૦/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૦૬:૩૦ થી ૦૮:૦૦ કલાક સુધી એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે તેમજ સાંજે ૪:૩૦ કલાકથી ૫:૩૦ કલાક દરમિયાન નર્મદેશ્વર મંદિર, પંચવટી ખાતે પ્રારંભ થયો છે. આ કેમ્પ તા.૧૦ ડીસેમ્બર સુધી ચાલુ રહેશે.
https://medasvitacamp.gsyb.in/ આ લીંક પર ક્લિક કરીને લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. જે શિબિરમાં જામનગરના નાગરિકોને બહોળી સંખ્યામાં જોડાઈને લાભ લેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt