રાજુલાના ઘાતરવડી ડેમ–2ના આકાશી નજારા વાયરલ, છલોછલ ભરાયેલ ડેમની સૌંદર્ય છટા ડ્રોન કેમેરામાં કેદ
અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ પ્રખ્યાત ઘાતરવડી ડેમ–2 હાલમાં પૂરથી છલોછલ ભરાઈ ગયો છે. આ સુંદર દૃશ્યોને ડ્રોન કેમેરામાં કેદ કરાતા હવે સોશિયલ મીડિયામાં તેના આકાશી દૃશ્યો વાયરલ બની રહ્યા છે. ડેમની ચારેબાજુ લિલોતરી હ
રાજુલાના ઘાતરવડી ડેમ–2ના આકાશી નજારા વાયરલ — છલોછલ ભરાયેલ ડેમની સૌંદર્ય છટા ડ્રોન કેમેરામાં કેદ


અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ પ્રખ્યાત ઘાતરવડી ડેમ–2 હાલમાં પૂરથી છલોછલ ભરાઈ ગયો છે. આ સુંદર દૃશ્યોને ડ્રોન કેમેરામાં કેદ કરાતા હવે સોશિયલ મીડિયામાં તેના આકાશી દૃશ્યો વાયરલ બની રહ્યા છે. ડેમની ચારેબાજુ લિલોતરી હરીયાળી, પથ્થરની ખાણો અને નયનરમ્ય પ્રકૃતિના આ અદ્ભુત દૃશ્યો સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા આ વિડિઓ અને ફોટાઓમાં ડેમના પાણીની સપાટી ઉપર ઝળહળતું સૂર્યપ્રકાશ, આસપાસની ટેકરીઓ અને હરિયાળીનો સુમેળ દ્રશ્ય અદભુત લાગે છે. સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓએ આ દૃશ્યોને ‘મિની હિલ સ્ટેશન’ ગણાવી તેની પ્રશંસા કરી છે. રાજુલા અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદથી ડેમ 100 ટકા ક્ષમતા સુધી ભરાતા પર્યટકો માટે આ સ્થળ વધુ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પ્રકૃતિના આ નયનરમ્ય દૃશ્યો હાલ સૌના દિલ જીતી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande