અમેરિકામાં નવરાત્રી દ્વારા સરસ્વતી તાલુકાના બાલવા ગામના કલાકારોએ વધાર્યું ગુજરાતનું ગૌરવ
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના બાલવા ગામના કલાકાર રજનીભાઈ રમેશભાઈ બારોટ અને તેમના ભાઈ જીગરભાઈ રમેશભાઈ બારોટે અમેરિકામાં યોજાયેલા નવરાત્રી કાર્યક્રમોમાં ભાગ લઈને ગુજરાત તથા સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમની સાથે અશ્વિનભાઈ ભવાનભાઈ બારોટ પણ
અમેરિકામાં નવરાત્રી દ્વારા સરસ્વતી તાલુકાના બાલવા ગામના કલાકારોએ વધાર્યું ગુજરાતનું ગૌરવ


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના બાલવા ગામના કલાકાર રજનીભાઈ રમેશભાઈ બારોટ અને તેમના ભાઈ જીગરભાઈ રમેશભાઈ બારોટે અમેરિકામાં યોજાયેલા નવરાત્રી કાર્યક્રમોમાં ભાગ લઈને ગુજરાત તથા સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમની સાથે અશ્વિનભાઈ ભવાનભાઈ બારોટ પણ જોડાયા હતા. આ કલાકારોએ ‘રંગસાગર ગ્રૂપ’ દ્વારા અમેરિકાના શિકાગો, બોસ્ટન, ટેમ્પા, વર્જિનિયા, નેસવિલ અને સિનસિનાટી સહિતના વિવિધ રાજ્યોમાં પ્રી-નવરાત્રી કાર્યક્રમો રજૂ કર્યા હતા. પોતાની કલાના અનોખા પ્રદર્શન દ્વારા તેમણે વિદેશની ધરતી પર ગુજરાતી સંસ્કૃતિની સુંદર છાપ છોડી હતી.

તેમના આ ગૌરવપૂર્ણ કાર્ય બદલ તુરી બારોટ સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહમાં પ્રવિણભાઈ બારોટ, સંજયભાઈ વકીલ, ગૌતમભાઈ બારોટ, અમિતભાઈ પરમાર, કિરણભાઈ બારોટ, ગૌતમભાઈ પરમાર, હરેશભાઈ નાયક અને કલ્પેશભાઈ બારોટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનોએ રજનીભાઈ અને જીગરભાઈને શાલ ઓઢાડી સન્માનિત કરીને ગામ અને સમાજનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande